Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અમુલ લુઝ ઘીમાં ભાવ વધારો ત્રણ મહિનામાં એક કિલોમાં રૂ.35નો અને 15 કિલોમાં રૂ. 525નો વધારો

  • December 15, 2022 

આજથી અમુલ લુઝ ઘીમાં ભાવ વધારો ત્રણ મહિનામાં એક કિલોમાં રૂ. 35નો અને 15 કિલોમાં રૂ. 525નો વધારો, 2022માં 15 કિલોમાં રૂ. 2055 અને કિલોમાં રૂ. 137નો ભાવ વધારોસાબરકાંઠા જિલ્લામાં આજથી અમુલ લુઝ ઘીમાં ભાવ વધારો થયો છે. છેલ્લા ત્રણ મહિનામાં એક કિલો પર રૂ. 35નો અને 15 કિલોના ડબ્બાએ રૂ. 525નો વધારો થયો છે. આમ વર્ષ 2022માં લુઝ ઘીમાં સાત વખત ભાવ વધારો થયો છે.



આ અંગેની વિગત એવી છે કે, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં સાબરડેરી કમર્ચારી મંડળી દ્વારા અમુલ લુઝ ઘીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. જેમાં સાબરડેરી દ્વારા અમુલ લુઝ ઘીમાં વર્ષ 2022માં સાત વખત ભાવ વધારો કરવામાં આવ્યો છે. જ્યાં 15 કિલોના ડબ્બા પાછળ રૂ. 2055નો અને 1 કિલો પાછળ રૂ. 137નો ભાવ વધારો થયો છે. તેના ત્રણ મહિના બાદ ફરી 15 કિલો પાછળ રૂ. 525 અને એક કિલો પાછળ રૂ. 35નો ભાવ વધારો કર્યો છે. જેનો અમલ આજથી એટલે તારીખ 15 ડિસેમ્બરથી કરવામાં આવ્યો છે.ફેબ્રુઆરી વર્ષ 2022માં 15 કિલોના રૂ. 7050 અને એક કિલોના રૂ. 470 હતા.


એપ્રિલમાં 15 કિલોના રૂ. 7560 અને એક કિલોના રૂ. 504 હતા, મે મહિનામાં 15 કિલોના રૂ. 7830 અને એક કિલોના રૂ. 522 હતા, જુલાઈમાં 15 કિલોના રૂ. 8070 અને એક કિલોના રૂ. 568 હતા, ઓગષ્ટમાં 15 કિલોના રૂ. 8325 અને એક કિલોના રૂ. 555 હતા, સપ્ટેમ્બરમાં 15 કિલોના રૂ. 8580 અને એક કિલોના રૂ. 572 હતા. ત્યારે આ ભાવ ડીસેમ્બરમાં 15 કિલોના રૂ. 9105 અને એક કિલોના રૂ. 607 થયા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application