વર્ષ-1960નાં દાયકામાં શરૂ થયેલી પ્રતિષ્ઠિત 'અમૂલ ગર્લ' અભિયાનના નિર્માતા, જાહેરાત ઉદ્યોગનાં દિગ્ગજ સિલ્વેસ્ટર દાકુન્હાનું નિધન થઈ ગયું છે. ડેરી પ્રોડક્ટ્સની ચર્ચિત કંપની અમૂલના 'અટરલી બટરલી' ગર્લ કેમ્પેઈન બનાવનારા સિલ્વેસ્ટરે 80 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)ના એમ.ડી. જયેન મહેતાએ આ મામલે ટ્વિટ કરીને તેમના નિધન થયાની માહિતી આપી હતી. GCMMFનાં એમ.ડી. જયેન મહેતાએ કહ્યું કે, મુંબઈમાં દાકુન્હા કમ્યુનિકેશન્સનાં અધ્યક્ષ સિલ્વેસ્ટરના નિધનથી ખૂબ દુઃખી છું.
સિલ્વેસ્ટર દાકુન્હાએ 1966માં GCMMFની માલિકીવાળી બ્રાન્ડ અમૂલ માટે 'અટરલી બટરલી' અભિયાનની કલ્પના કરી જેણે અમૂલ ગર્લને દુનિયા સામે રજૂ કરી અને તે આજે પણ જારી છે. સિલ્વેસ્ટર દાકુન્હાના દીકરા રાહુલ દાકુન્હા હવે તેમના પિતા દ્વારા શરૂ કરાયેલી એડ કંપનીને સંભાળી રહ્યા છે. વરિષ્ઠ કોંગ્રેસ નેતા જયરામ રમેશે સિલ્વેસ્ટર દાકુન્હાને શ્રદ્ધાંજલિ આપી અને તેમની પ્રતિભાને સ્વીકારી હતી. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓબ્રાયને પણ સિલ્વેસ્ટરના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને તેમને એડવર્લ્ડના દિગ્ગજ ગણાવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application