અમરોલી અંજની ઈન્ડસ્ટ્રીયલમાં આવેલ હાર્દિ ટેક્ષટાઈલમાં કામ કરતા કારીગરને તેના સાથી કારીગરે કામ પરથી કઢાવી નાંખ્યો હોવાની આશંકા રાખે તેની મિત્રા સાથે મળીને ગતરોજ ઢોર મારમારી ચપ્પુના ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, અમરોલી અંજની ઈન્ડસ્ટ્રીયલ વિભાગ-૩માં આવેલ ર્હાદ ટેક્ષટાઈલ્સમાં નોકરી કરતા અને ત્યાંજ રહેતા રાપક સુરેન્દ્ર રાપક મોચીયા પાત્ર (ઉ.વ.૪૪) ને ગત તા.૩૦મી સપ્ટેમ્બરના રોજ રાત્રે આઠેક વાગ્યે તેની સાથે કામ કરતા શીવરામ પાતએ તેના મિત્ર સાથે મળી ઢોર મારમારી છાતી અને જમણા બાવડાના ભાગે ચપ્પુના ઘા મારી ઈંજા પંહોચાડી હતી. આરોપી શીવરામ પાત્રને બનાવના દિવસે સવારે તેના શેઠ કામ પરથી કાઢી મુક્યો હતો. જેથી તેની એવો વહેમ હતો તે રાપક સુરેન્દ્રના કહેવાથી તેની નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યો છે જે આશંકા રાખી તેના ઉપર હુમલો કર્યો હતો. બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application