તાપી જિલ્લામાં ગુરુવારે કોરોના પોઝીટીવ દર્દીના વધુ 9 નવા કેસ સામે આવ્યા છે. જેને લઇ આરોગ્ય તંત્ર દોડતું થઇ ગયું હતું.
આશરે 10 જેટલી એમ્બ્યુલન્સોમાં કલાકો સુધી દર્દીઓ હેરાન પરેશાન થયા હતા.
જોકે બીજી તરફ જિલ્લામાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યું છે. વ્યારા ખાતે જનરલ હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સોની લાઈન લાગી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.જેનો એક વિડીયો સોસીયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યો છે. વ્યારાની જનરલ હોસ્પિટલ કોવિડ દર્દીથી ઉભરાઈ રહી છે. જેનું એક ઉદાહરણ એમ્બ્યુલન્સ છે. કોવિડ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની લાઈનો લાગી છે. કોવિડ હોસ્પિ ટલમાં કોરોનાના દર્દીઓના સગાની લાઇન પણ જોવા મળી રહી છે. સુત્રો અનુસાર હોસ્પિટલમાં જુદાજુદા વિસ્તારમાંથી ઈમરજન્સી કેસ લઈને આવેલી આશરે 10 જેટલી એમ્બ્યુલન્સોમાં કલાકો સુધી દર્દીઓ હેરાન પરેશાન થયા હતા.
આજરોજ જિલ્લામાં કુલ 9 દર્દીઓના કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો
જિલ્લા આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ તા.આઠમી એપ્રિલ નારોજ વ્યારાની આરાધના સોસાયટીમાં 27 વર્ષીય પુરુષ, વ્યારાની ચંદ્રલોક સોસાયટીમાં 24 વર્ષીય મહિલા, વ્યારાની મીરા રેસીડેન્સીમાં 58 વર્ષીય પુરુષ, વ્યારાની અજીતનાથ સોસાયટીમાં 24 વર્ષીય પુરુષ, વ્યારાના મુસા વિસ્તારમાં આવેલ નિશાળ ફળીયામાં 38 વર્ષીય મહિલા, ઉચ્છલના કરોડ ગામમાં 60 વર્ષીય મહિલા, ઉચ્છલના સયાજી ગામના નદી ફળીયામાં 30 વર્ષીય પુરુષ, નિઝરના રૂમકીતલાવ ગામના રામ મંદિર ફળીયામાં 20 વર્ષીય મહિલા અને સોનગઢ શ્રાવણીય ગામના ગ્રામ પંચાયત ફળીયામાં 63 વર્ષીય પુરુષ મળી જિલ્લામાં કુલ 9 દર્દીઓના કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે.
જિલ્લા માંથી કોરોના ટેસ્ટ માટે 1198 સેમ્પલ લેવામાં આવ્યા
જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓના કુલ 1057 કેસો નોંધાયા છે, આજરોજ વધુ 5 દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે. અત્યાર સુધી કુલ 955 દર્દીઓ કોરોનાની સારવાર લઈ સાજા થયા છે. કોરોનાથી કુલ 8 દર્દીઓના મોત જયારે કોરોનાની સારવાર દરમિયાન અન્ય બીમારીથી 46 દર્દીઓ સહિત જિલ્લામાં કુલ 54 દર્દીઓના મોત નીપજ્યા છે. હાલ 48 દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે. જિલ્લા માંથી કોરોના ટેસ્ટ માટે 1198 સેમ્પલ લેવામાં આવ્યા હોવાની જાણકારી આરોગ્ય વિભાગે આપી છે.
એમ્બ્યુલન્સ વાનમાંથી ઉતરી દર્દીઓએ ચાલતી પકડી
અત્રેઉલ્લેખીનીય છેકે, વ્યારાની જનરલ હોસ્પિટલમાં જુદાજુદા વિસ્તારમાંથી કોરોનાના લક્ષણ વાળા ઈમરજન્સી કેસ લઈને આવેલી આશરે 10 જેટલી એમ્બ્યુલન્સોમાં કલાકો સુધી દર્દીઓ હેરાન પરેશાન થયા હતા.જેને લઇ સોનગઢના હાથી ફળિયું,ઉચ્છલ સીએચસી દ્વારા રીફર કરવામાં આવેલ દર્દી તેમજ વ્યારાનો એક દર્દી એમ્બ્યુલન્સમાં ઉતરી ચાલતી પકડી હતી. હવે આગામી દિવસોમાં પરીસ્થિત ક્યા પ્રકારનું સ્વરૂપ ધારણ કરી શકે છે તે માત્ર વિચારી શકાય છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500