દિલ્હી હાઇકોર્ટમાં અમરનાથજી બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, બોર્ડે નક્કી કર્યું છે કે યાત્રાળુઓ માટે જે હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવી છે તેનું બૂકિંગ ઓનલાઇન કરવામાં આવશે. હાઇકોર્ટમાં જે માંગણી કરવામાં આવી હતી તેનો બોર્ડ દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે. આ પહેલા દિલ્હી હાઇકોર્ટમાં એક અરજી દ્વારા માગણી કરવામાં આવી હતી કે, સુરક્ષાને ધ્યાનમાં રાખીને હેલિકોપ્ટરનું બૂકિંગ ઓનલાઇન કરવાની છૂટ આપવામાં આવે.
જેની સુનાવણી વેળાએ બોર્ડે આ માગણીનો સ્વીકાર કર્યો હતો, પરીણામે હાઇકોર્ટે આ અરજીનો નિકાર કરી લીધો છે. બોર્ડે હાઇકોર્ટને જણાવ્યું હતું કે, દિવ્યાંગ, વૃદ્ધો, બિમાર યાત્રાળુઓ માટે હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવી છે. જેમના બૂકિંગ ઓનલાઇન કરવામાં આવશે. અરજદારે કોર્ટમાં એવો પણ દાવો કર્યો હતો કે ઓનલાઇન બૂકિંગની સેવા ન હોવાથી કાળા બજારીયા ફાવી રહ્યા છે અને હેલિકોપ્ટરની ટિકિટ બ્લેકમાં પણ વેચાઇ રહી છે.
જે જરુરિયાતમંદો છે તેમના સુધી આ સેવાનો લાભ નથી પહોંચી રહ્યો. અમરનાથ યાત્રા તા.30મી જૂનથી શરૂ કરવામા આવશે જે 11મી ઓગસ્ટ સુધી ચાલશે. દરમિયાન લંગરોમાં ભારે ભોજન પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. જેને પગલે સોયા, શાકભાજી, ગ્રીન સલાડ, સાદા ચોખા, ખિચડી વગેરે જેવી હળવી વસ્તુઓનો પ્રસાદ લઇ જઇ શકાશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500