Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢનાં આમલપાડા ગામે ચાર જુગારીઓને રૂપિયા 92 હજારથી વધુનાં મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા

  • August 24, 2023 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં આમલપાડા ગામેથી મુંબઈથી નીકળતા વરલી મટકાનો હારજીતનો આંકડા ઉપર જુગાર રમતા ચાર ઝડપાયા હતા, જયારે બે’ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, તાપી LCB પોલીસ સ્ટાફનાં માણસો મંગળવારનાં રોજ સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા.



તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, સોનગઢનાં આમલપાડા ગામનાં સરપંચ ફળિયામાં આવેલ રમેશભાઈ રડતીયા વસાવાનાં કાચા ઘરનાં ઓટલા ઉપર બેસી ફુલસીંગભાઈ નુરજીભાઈ વસાવા નાઓ મુંબઈથી નીકળતા વરલી મટકાનાં હારજીતનો આંકડા ઉપર જુગાર રમાડે છે. જે બાતમીનાં આધારે પોલીસે સ્થળ ઉપર જઈ રેઈડ કરી ચાર જુગારીઓને ઝડપી પાડ્યા હતા, જયારે પોલીસને જોઈ ભાગી છુટેલા બે જુગારીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા.



આમ, પોલીસે સ્થળ ઉપરથી જુગાર રમવાના સાધનો, 5 નંગ મોબાઈલ, બે મોટરસાઈકલ અને અલગ અલગ દરની ચલણી નોટો મળી કુલ રૂપિયા 92,280/-નો મુદ્દામાલ કબ્જે કરી ઝડપાયેલ ચાર જુગારીઓ વિરુદ્ધ જુગાર ધરાની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી, જયારે બે’ને વોન્ટેડ જાહેર કર્યા હતા.


જુગાર રમતા ઝડપાયેલ ચાર જુગારીઓ...

1.ફુલજી નુરજીભાઈ વસાવા (રહે.મોટા આમલપાડા ગામ, સરપંચ ફળિયું, સોનગઢ),

2.સુનીલ મોજુભાઈ વસાવા (રહે.નવી કુઈલીવેલ, પટેલ ફળિયું, સોનગઢ),

3.રણજીત લાજુભાઈ વસાવા (રહે.મોટા આમલપાડા ગામ, સરપંચ ફળિયું, સોનગઢ),

4.કાંતિલાલ છગનભાઈ વસાવા (રહે.પાઘડધુવા ગામ, નિશાળ ફળિયું, સોનગઢ).



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application