Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અમદાવાદ : કાર ચાલકે સાયકલ ને ટક્કર મારી,પતિ-પત્નિ ઘાયલ,બે બાળકોના મોત

  • December 19, 2020 

અમદાવાદ શહેરના વસ્ત્રાપુરના સિંધુભવન રોડ પર ક્રેસન્ટ પાર્ટી પ્લોટ પાસે છાપરામા કિરણભાઈ અને તેમની પત્ની, ત્રણ વર્ષ અને દોઢ વર્ષના બાળક સાથે રહે છે. કિરણભાઈ પેન્ડલ સાઈકલમા પત્ની અને બાળકોને બેસાડીને સિંધુભવન રોડ પાસેથી  પસાર થઈ રહયા હતા કે તે જ સમયે લક્ઝૂરિયસ ક્રેટા કારના ચાલક હાર્દિકભાઈ રાજેન્દ્રભાઈ શાહે પેન્ડલ સાયકના ચાલકને ટક્કર મારી હતી .

 

 

ટક્કર વાગતા જ પતિ-પત્ની નીચે પટકાયા હતા અને બાળકોને માથાના ભાગમાં ગંભીર ઈજા થઈ હતી.અકસ્માત બાદ કાર ચાલક ઉભો રહી પતિ-પત્ની ને ખાનગી હોસ્પિટલમા અને બન્ને બાળકોને સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા.

 

 

 

જ્યા બન્ને બાળકોને મૃત જાહેર કર્યા હતા.ત્યારબાદ ડિવિઝન ટ્રાફિક પીઆઈ બી.એસ.રબારીને અકસ્માત અંગેનો CCTV ફૂટેજ હાથ લાગતા કારચાલક સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી આગળની  કાર્યવાહી હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application