સંઘપ્રદેશ સોમનાથ ખાતે એક ઝુપડીમાં રહેતો મુળ યુપીનો વતની સુદામ ફાલેકને માથાના ભાગે ગંભીર ઈજા સાથે લાશ પોલીસને મળી છે. જયારે પીએમ બાદ ખબર પડશે કે યુવાનની હત્યા કે કોઈ ચીજ માથાના ભાગે લાગવાથી મોત થયું છે. દમણ પોલીસ દ્વારા મળી માહિતી મુજબ સવારે 11 કલાકે કોઈએ ફોન કરી જણાવ્યું કે સોમનાથ વિસ્તારમાં એક યુવાન બેભાન અવસ્થામાં પડેલો છે.
જેથી પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા તેના માથાના ભાગે ગંભીર ઇજા થયેલી જોવા મળી. પોલીસ યુવાનને તપાસ માટે દમણની સરકારી હોસ્પિટલમાં લઈ ગઈ હતી. જ્યાં તબીબે તેને મૃત જાહેર કરતા પોલીસે લાશને પીએમ માટે મોકલી હતી. મરનાર યુવાન દમણનાં સોમનાથ ખાતે એક ઝુપડીમાં એકલો રહેતો હતો. જેનું નામ સુદામ ફાલેક છે. જે મુળ રહે.સિધ્ધાર્થ નગર, યુ.પી.નો વતની હોવાનું જાણવા મળ્યું છે, એમ ડાભેલ પોલીસ સ્ટેશન ઈનચાર્જ પી.એસ.આઈ જીગ્નેશ પટેલે જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application