આખરે અંબરીશ ડેર પણ ભાજપના થયા છે. અને અર્જુન મોઢવાડિયાનું નામ ચર્ચામાં છે. ચિરાગ પટેલ અને સીજે ચાવડા તો પહેલા જ કોંગ્રેસને અલવિદા કરી ચૂક્યા છે. લોકસભાની ચૂંટણીની હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યાં અલગ અલગ જિલ્લાઓમાંથી અસંખ્ય કાર્યકર્તાઓએ ભાજપ જઈને કેસરિયો કર્યો છે. કોંગ્રેસનો ગઢ હવે ધીરે ધીરે ખાલી થઈ રહ્યો છે. ત્યારે ઘરના લોકો જેમ ઘર છોડીને જાય ત્યારે દુખ થાય તેવી વેદના કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે છલકાવી છે. ઘર ખાલી થયા બાદ આખરે કોંગ્રેસનું દર્દ છલકાયું છે. શક્તિસિંહની દિલની વેદના બહાર આવી છે. કોંગ્રેસના નેતાઓના ભાજપમાં જોડાવા અંગે શક્તિસિંહ ગોહીલએ કહ્યું કે, દીકરાને મોટા કર્યા બાદ એની જવાબદારી બને કે ઘડપણમાં માં-બાપની સેવા કરે.
અમારા નેતા ત્યાં જઈ ભાજપ નેતાઓની પાલખી ઉપાડતા હોય તો અમને ચિંતા થાય. ભાજપ અમારા નેતાઓને મંત્રી અને સાંસદ બનાવે છે. ભાજપની શું મજબૂરી છે કે અમારા નેતાઓને ત્યાં ઉચ્ચ સ્થાન આપે છે. આ ભાજપના પેજ પ્રમુખોનું અપમાન છે. શક્તિસિંહ ગોહિલે ભાજપ પર વાર કરતા જણાવ્યું કે, સમર્પિત કોંગ્રેસના કાર્યકરોને ભાજપ ડરાવી ધમકાવી કે ખરીદી નથી શકી. ગુજરાતની કાંગ્રેસની મતની ટકાવારી ટકી રહી છે. રાહુલ ગાંધીની યાત્રા સાત જિલ્લામાં પ્રવાસ કરશે. જે લોકો તમારા નેતાને નંદા ગાંડા સાથે સરખાવ્યા હોય, જે નેતાએ તમારા બે નેતાઓને રંગા બિલ્લા સાથે સરખાવ્યા હતા તેમને ભાજપમાં લેવાનો પ્રયાસ કેમ કરો છો.
ભાજપા અને તેના નેતાઓ બીજા વિપક્ષના લોકોને ધમકાવીને ભાજપમાં જોડાઈ રહ્યા છે. રાહુલ ગાંધી સાતમી માર્ચે ન્યાય યાત્રા પસાર થવાની છે. સત્તા મેળવવા માટે કોઈ પણ રીતે લડતા પક્ષ છે તો બીજી તરફ પ્રેમના સંદેશની વાત છે. ભારત જોડો ન્યાય મિલને તક સુધુ કોંગ્રેસ લડવાનું છે. એક તરફ ખેડૂતો આંદોલન કરી રહયા છે. રાહુલ ગાંધીએ એમએસપી માટેની વાત કરી છે. મુઠ્ઠીભર લોકોને ફાયદો કરાવવા માટે ખેડૂતો સાથે અન્યાય કરી રહ્યાં છે. ભારત જોડો યાત્રા બાદ ભાજપને ખબર પડી જશે કે લોકપ્રિયતા કોંગ્રેસની છે. કોંગ્રેસ નેતાઓની ભારત જોડો ન્યાય યાત્રાની પ્રેસ કોન્ફરન્સમાં અર્જુન મોઢવાડિયા ગેરહાજર રહ્યા હતા.
કોંગ્રેસના તમામ સિનિયર નેતાઓ ઉપસ્થિત જ્યારે અર્જુન મોઢવાડિયા ગેરહાજર જોવા મળ્યા. ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે મોઢવાડિયાની ગેરહાજરી ભાજપ તરફ ઈશારો કરે છે. શક્તિસિંહ ગોહિલે પણ મોઢવાડિયાને ઉદ્દેશી નિવેદન આપ્યું કે, ભાજપે સારા કામ કર્યા હોય અને જનાધાર હોય તો કોંગ્રેસના નેતાઓને કેમ લેવા પડે. નરેન્દ્રભાઈ અને અમિતભાઈને રંગા બિલ્લા નામ આપનાર અર્જુનભાઈને કેમ લઇ જવા પડ્યા? અમારી સાથે અર્જુનભાઈ કાલે ગોધરા આવ્યા હતા. મારી સાથે એમને રાહુલ ગાંધીની યાત્રા અંગે આજે સવારે પણ વાત કરી છે. ભાજપના પેજ પ્રમુખોને વિનંતી કે તેઓ સમજે કે એમનું અપમાન થઈ રહ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500