સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાંથી એક મહિલા દ્વારા ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈનમાં ફોન કરી જણાવેલ કે તેમના પતિના બીજા મહિલા સાથે અનૈતિક સંબધો છે અને મારા પતિ મને અને મારા સાસુને ખૂબ માનસિક ત્રાસ આપે છે. ૧૮૧ની મદદની જરૂર છે. તેમ જણાવતા બારડોલી ટીમે પહોચીને પતિ-પત્નીને સમજાવટ કરી એક તુટી રહેલા ઘર સંસારને ફરી જોડવાનું કામ કર્યું હતું. બારડોલી ૧૮૧ અભયમ ટીમના કાઉન્સેલર તેમજ પાઈલોટલ તાત્કાલિક બારડોલીથી નીકળી ઘટના સ્થળ પર દોડી ગયા હતા. રૂબરૂમાં પીડીત મહિલાના કાઉન્સેલિંગ દરમિયાન જાણવા મળ્યું કે તેમના લગ્નને ૯ વર્ષ થયા છે અને સંતાનમાં ૩ બાળકો છે. પીડીતાના પતિના છેલ્લાં ૧ વર્ષથી તેમના ગામમાં રહેતી એક મહિલા સાથે અનૈતિક સંબંધો છે એ બાબતની જાણ પીડીતાને થઈ ગઈ હતી.
તેથી પીડીતાના તેમના પતિ સાથે અવાર નવાર ઝગડાઓ થતા હતા. પીડીતા મહિલાના પતિ મજુરી કામ કરે છે. પરંતુ કામમાં પણ પુરતુ ધ્યાન આપતા નથી અને ઘર ખર્ચ માટે પણ પૈસા આપતા નથી પીડીતાના પતિને તેમના સાસરી અને પિયર પક્ષ દ્વારા ઘણી વાર સમજાવા માં આવેલ છે. અને પીડીતા મહિલા એ પોલીસ સ્ટેશનમાં પણ અરજી આપેલ હતી ત્યાબાદ સમાધાન કરવામાં આવેલ. છતા પણ તેમના પતિ સમજવા માટે તૈયાર ન હતા અને પીડીતા મહિલા ને તેમના પતિની જે મહિલા સાથે અનૈતિક સંબંધો હતા એ મહિલા પણ પરણિત હતાં અને તેમને પણ બે સંતાન હતાં છતા પણ તેમના પતિ સાથે રહેતા ન હતાં અને તેમના પિયરમાં તેમના માતા પિતા સાથે રહેતા હતાં.
પીડીતા મહિલાના પતિ છેલ્લા ૩ દિવસથી એ બીજી મહિલા ને તેમના ધરે રહેવા માટે લઈ આવ્યા હતાં અને પીડીતા મહિલાને છુટાછેડા આપવાં માટે કહેતા હતા. પીડીતા મહિલાએ ૧૮૧માં ફોન કરેલ છે એ જાણ થતાં પીડીતા મહીલાના પતિની પ્રેમિકા ઘટના સ્થળેથી ફરાર થઈ ગઈ હતી. ૧૮૧ ટીમ દ્વારા પીડીતાના પતિ અને સાસુનું અસરકારક કાઉન્સેલિંગ કર્યું હતું. ત્યારબાદ પિયર પક્ષ અને સાસરી પક્ષને સાથે રાખીને ઝીણવટ પૂર્વક સમસ્યા અંગેની ચર્ચા કર્યા બાદ બાળકના ભવિષ્યના મુદ્દાને નજર સમક્ષ રાખી પીડીતાના પતિ અને બંન્ને પરિવારના સભ્યોને સાથે રાખી લગ્ન જીવન ના તુટે તેવી કાયદાકીય સલાહ, સૂચન, માર્ગદર્શન આપીને રાજી ખુશીથી સમાધાન કરાવ્યું હતું. બારડોલી અભયમની ટીમ દ્વારા પીડીતાના પતિને કાયદાની ભાષામાં લગ્નજીવન ના તૂટે તે માટે સમજાવ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500