Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જેલમાંથી જામીન મેળવી આરોપી પરત હાજર ન થતા ઉચ્છલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

  • March 13, 2021 

ભરણપોષણની રકમ રૂપિયા 40 હજાર ન ભરવા બદલ સજા ભોગવનાર આરોપી ગિરીશભાઇ શીડીયાભાઈ વળવી રહે, બરડી ફળિયું,નારણપુર ગામ,તા.ઉચ્છલ જી.તાપી નાનો લાજપોરની મધ્યસ્થ જેલમાં 240 દિવસની સજા ભોગવતો હોય આરોપીએ વચગાળાના જામીન મેળવી આજદિન સુધી હાજર ન થતા આરોપી ગિરીશભાઇ વળવી ફરાર થઇ ગયો હોવાની ઉચ્છલ પોલીસ મથકે ફરિયાદ નોધાઇ છે.

 

 

 

 

મળતી માહિતી અનુસાર આરોપીને ગત તા.છઠ્ઠી-જાન્યુઆરી-2020 નારોજ ભરણપોષણની રકમ ન ભરવા બદલ ઉચ્છલ કોર્ટ દ્વારા સજાનો હુકમ કરવામાં આવ્યો હતો. જોકે આરોપીએ ગત તા.1લી એપ્રિલ-2020 ના રોજ શરતોને આધીન વચગાળાના જામીન મેળવી લેતા જેલ મુક્ત કરવામાં આવ્યો હતો. પરંતુ વચગાળા જામીન રજાની મદ્દત ગત તા.31મી-ડીસેમ્બર-2020 ના રોજ પૂર્ણ થતા આરોપી-કેદી જેલમાં પરત હાજર ન થતા ફરાર થઇ જતા લાજપોર મધ્યસ્થ જેલના જ્યુડીશીયલ જેલર કે.જે.ધારગે ની ફરિયાદના આધારે તા.12મી-માર્ચ-2021 નારોજ ગિરીશભાઇ વળવી વિરુદ્ધ ઉચ્છલ પોલીસ મથકે ગુનો દાખલ કરી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application