Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આરટીઇ એકટ હેઠળ સુરતની 928 સ્કુલોમાં 7956 વિદ્યાર્થીઓને પ્રવેશ

  • July 28, 2021 

આરટીઇ એકટ હેઠળ ધોરણ-1માં પ્રવેશ માટે પ્રથમ રાઉન્ડ જાહેર કરાતા સુરત શહેરની 928 સ્કુલોમાં 7956 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવાયો હતો. 61 ટકા વિદ્યાર્થીઓને પ્રવેશ માટે બીજો રાઉન્ડ જાહેર કરાશે.

 

 

 

 

રાઇટ ટુ એજયુકેશન એકટ હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવાર બાળકોને ઘર નજીક નોન ગ્રાન્ટેડ સ્કુલોમાં ધોરણ-1 થી 8માં વિનામૂલ્યે પ્રવેશ ફાળવાય છે. કોરોનાની સ્થિતિ વચ્ચે સુરત શહેરની 928  સ્કુલોમાં 24172 વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે ઓનલાઇન અરજી કરી હતી. જેમાંથી 20735 મંજુર થઇ હતી. 782 રીજેકટ અને 2655 રદ કરી દેવાઇ હતી. આ પ્રકિયા પૂર્ણ થયા બાદ આજે શિક્ષણ વિભાગ દ્વારા પ્રથમ તબક્કાની પ્રવેશની યાદી જાહેર કરતા સુરત શહેરમાં 7956 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવાયો છે. હજુ પણ 61 ટકા વિદ્યાર્થીઓ પ્રવેશ માટે વેઇટીંગમાં હોવાથી આગામી દિવસોમાં બીજો રાઉન્ડ જાહેર કરાશે. દરમ્યાન જેમને પણ પ્રવેશ મેળવ્યો છે. તે વિદ્યાર્થીઓના વાલીઓએ સ્કુલે જઇને પ્રવેશ પ્રકિયા પૂર્ણ કરવાનો આદેશ કરાયો છે. (ફાઈલ ફોટો)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application