Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગુજરાતમાં આજથી અદાણીએ સીએનજીમાં નવો ભાવવધારો લાગુ કર્યો

  • August 04, 2022 

આમ જનતા પર ફરી મોંઘવારીનો માર ઝીંકાયો છે. બુધવારે અદાણી દ્વારા પીએનજી ગેસ વધારો કરાયા બાદ હવે CNG ની કિંમતમાં વધારો થયો છે. અમદાવાદીઓ પર CNGની કિંમતમાં 1.49 રૂપિયાનો વધારો કરાયો છે.CNGનો કિલોદીઠ ભાવ હવે 87.38 રૂપિયા થયો છે. અગાઉ CNG નો કિલોદીઠ ભાવ 85.89 રૂપિયા હતો. અદાણીએ CNG ની કિંમત કિલોદીઠ 1.49 રૂપિયા વધારી છે. જોકે, આ ભાવવધારો વાહનચાલકોને ભારે પડી રહેશે. રીક્ષા ચાલકો પહેલેથી જ ગેસમાં વધેલા ભાવોથી પરેશાન છે. આવામાં આ ભાવવધારો તેમની કમર ભાંગી નાખશે.



અત્રે ઉલ્લેખનીય છે કે મંગળવારે CNG ગેસમાં 1.99 રૂપિયાનો ભાવ વધારો હતો. દેશમાં સતત વધી રહેલી મોંઘવારીએ જનતાની કમરતોડી નાખી છે. પેટ્રોલ-ડીઝલ, સીએનસી, રસોઈ ગેસ, શાકભાજી, દૂધ સહિત ખાવા-પીવાની વસ્તુના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. મોંઘવારીથી જનતા ત્રસ્ત છે. જીવન જરૂરિયાતની દરેક વસ્તુઓના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે. ત્યારે હવે અદાણીએ ગેસના ભાવ વધાર્યા છે.



લાંબા સમયથી પેટ્રોલ-ડીઝલ અને એલપીજી ગ્રાહકોને મોંઘવારીનો માર પડવાનું શરૂ થઇ ગયું હતું. પેટ્રોલ તેમજ ડીઝલ પર હવે મોંઘવારીનો માર પડવાનું શરૂ થઈ ગયું છે. તે પહેલા જ સીએનજીના ભાવ વધવાની શરૂઆત થઈ ગઈ છે. દેશમાં પાંચ રાજ્યોમાં થયેલા વિધાનસભા ચૂંટણી પૂરી થઈ ત્યારથી ચૂંટણીના પરિણામ બાદ તેની અસર ભાવ પર પડવા લાગી છે. કિંમતોમાં વધારો વૈશ્વિક સ્તર પર તેલના વધુ ભાવ બોલાઈ રહ્યાં છે. તો બીજી તરફ, સીએનજીના ભાવ પણ વધી ગયા છે, આવામાં એટલુ તો સ્પષ્ટ છે કે, આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં તેજી જોવા મળી શકે છે. ગુજરાતમાં આજથી અદાણીએ સીએનજીમાં નવો ભાવવધારો લાગુ કર્યો છે. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News