કોરોના વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા તકેદારીના ભાગરૂપે વધુ અવરજવર વાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા જીલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા એક જાહેનામું બહાર પાડવામાં આવ્યું છે. જેના અનુસંધાને તા.આઠમી મે નારોજ સોનગઢ પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતા તે દરમિયાન ઝડપાયેલા 3 જેટલા કસુરવારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
કોની-કોની સામે થઇ કાર્યવાહી ??
(1) શિવાજીનગરના ગેટ ઉપર જાહેર રસ્તા ઉપરથી એકટીવા મોટર સાયકલ નંબર જીજે/26/એસ/2487 ઉપર ત્રણ સવારી આવતા હોય ત્રણેય જાણ વચ્ચે સેફ ડીસ્ટન્સ જણાતું ન હતું. આ બનાવમાં ધવલભાઈ રાકેશભાઈ રાઠોડ રહે, સોનારપાડા,રેલ્વે સ્ટેશન રોડ-સોનગઢ નાની સામે કાર્યવાહી કરાઈ હતી.
(2) જુના આરટીઓ ચેકપોસ્ટ પાસે બાઈક નંબર જીજે/26/એએ/3049 ઉપર ત્રણ સવારી આવતા હોય ત્રણેય જાણ વચ્ચે સેફ ડીસ્ટન્સ જણાતું ન હતું. બાઈક ચાલકે હેન્ડગ્લોવ્ઝ પણ પહેર્યા ન હતું. આ બનાવમાં પ્રદીપભાઈ જયેશભાઈ ગામીત રહે, ભરાડદા, નિશાળ ફળિયું-સોનગઢ,નાની સામે કાર્યવાહી કરાઈ હતી.
(3) શાકભાજી માર્કેટમાં સુકી માછલીની દુકાન ઉપર કેટલાક લોકો ભેગા થયેલ હોય, તેઓ વચ્ચે કોઇપણ પ્રકારનું સોશિયલ ડીસ્ટન્સ જણાતું ન હતું. દુકાનદારે માસ્ક પણ પહેર્યું ન હતું. આ બનાવમાં નઈમભાઈ બટુભાઈ ખાટીક રહે, ઈસ્લામપુરા-સોનગઢ, નાની સામે પોલીસે કાર્યવાહી કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500