સસ્તા અનાજની દુકાનનો સરકારી જથ્થો બારોબાર વેચી દેવાને લઈ વેપારીઓ સામે PBM એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. શોર્ટેક્સ ફેક્ટરીઓ સામે તપાસની કાર્યવાહી કરતા બે વેપારી અને શોર્ટેક્સ ફેક્ટરીના પાંચ શખ્શો મળીને સાત જણા સામે સ્થાનિક પોલીસ દ્વારા PBM એક્ટ હેઠળ કાર્યવાહી કરીને જેલમાં મોકલવામાં આવ્યા છે. એક તરફ સ્થાનિક ધોરણે ગરીબોને સસ્તા દરનું અનાજ મેળવવા માટે ફાંફા મારવાની સ્થિતિ સર્જાઈ છે. જ્યાં બીજી તરફ કેટલાક વેપારીઓ બારોબાર સસ્તા અનાજને વગે કરતા હોય છે. હાલમાં જ ઈડરમાંથી મોટા પ્રમાણમાં જથ્થો ઝડપાયો હતો.
બનાસકાંઠામાં દરોડો પાડવા બાદ તેના તાર ઇડરમાં મળતા બનાસકાંઠા પુરવઠા વિભાગની ટીમોએ ઇડરમાં દરોડા પાડ્યા હતા. હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના PSI સંજય ગોસ્વામીએ આ અંગે કાર્યવાહી કરતા જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ પાસા હેઠળ અટકાયત કરવાની કાર્યવાહી કરી હતી. રુરલ પોલીસે કરેલ કાર્યવાહી મુજબ કેટલાક શખ્શો ગેરકાયદેસર રીતે જ આવશ્યક ચીજવસ્તુઓની કાળા બજારી કરતા હતા તેમજ તેની હેરાફેરી કરતા હોવાનું ધ્યાને આવ્યુ હતુ. આ અંગે ગુનો નોંધીને કાર્યવાહી પણ કરવામાં આવી હતી. પરંતુ આવી પ્રવૃત્તિઓ પર નિયંત્રણ મુકવા અને શખ્શો સામે કડક કાર્યવાહી કરવા માટે પોલીસે આખરે પાસાની દરખાસ્ત કરી હતી.જેને જિલ્લા ક્લેકટર દ્વારા પાસા હેઠળ અટકાયત કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.જેને લઈ પોલીસે માર્કેટયાર્ડના બે વેપારીઓ સહિત 7 સખ્શોની અટકાયત કરીને રાજ્યની અલગ અલગ જેલમાં તેમને મોકલી આપવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application