મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં ગોપાલપુરા ગામનાં આશ્રમ ફળિયામાં આવેલ નદીનાં કિનારે ઝાડી ઝાંખરામાંથી ગંજીપાનાનો હારજીતનો જુગાર રમતા ત્રણ જુગારીઓને ઝડપી પાડ્યા હતા, જયારે ચાર જુગારીઓને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસ સ્ટાફના માણસો તારીખ ૦૨/૦૩/૨૦૨૫ નારોજ પ્રોહી. તથા જુગાર અંગેની રેડમાં નીકળ્યા હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, ગોપાલપુરા ગામના આશ્રમ ફળિયામાં આવેલ નદીના કિનારે ઝાડી ઝાંખરામાં કેટલાક ઈસમો ગંજીપાનાનો હારજીતનો જુગાર રમે છે જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો બાતમીવાળી જગ્યા પર જઈ રેડ કરતા ત્યાં આગળ નદી કિનારે ઝાડી ઝાંખરામાં ઘણા ઈસમો ગોળ કુંડાળું કરી બેસેલા હોય જેથી પોલીસે કોર્ડન કરી ત્રણ જુગારીઓ જેમાં સુમન ઠાકોરભાઈ ગામીત, નગીન ચીમનભાઈ ગામીત અને ગણપત છનાભાઈ ગામીત (ત્રણેય રહે.ગોપાલપુરા ગામ, પારસી ફળિયું, સોનગઢ)નાઓ પકડાયા હતા જયારે ચાર જુગારીઓ સંદીપ લાલજીભાઈ ગામીત, ગુલાબ કાનજીભાઈ ગામીત, દીપક ભીમાભાઈ ગામીત અને સંદીપ ઉર્ફે કાકડીયો ગામીત (ચારેય રહે.ગોપાલપુરા ગામ, સોનગઢ)નાઓ પોલીસ રેડ જોઈ જગ્યા પરથી ભાગી છુટ્યા હતા. આમ, પોલીસે સ્થળ ઉપરથી જુગાર રમવાના સાધનો અને રોકડ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે ઝડપાયેલ ત્રણેય જુગારીઓ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જયારે સ્થળ ઉપરથી ભાગી છુટેલ ચાર જુગારીઓને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500