ફાયનાન્સ કંપનીની લોનના બાકી હપ્તાના પેમેન્ટ પેટે આપેલા રૂપિયા 1.30 લાખના ચેક રીટર્ન કેસમાં આરોપીને એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ અર્જુનસિંહ પ્રતાપસિંહ રણધીરે દોષી ઠેરવી બે વર્ષની કેદની સજા ફટકારી છે. અડાજણ હજીરા રોડ સ્થિત રોયલ ટ્રેડ સેન્ટરમાં આવેલી ચોલામંડલમ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ફીનાન્સ કંપની લિ.ના ફરિયાદી ઓથોરાઈઝડ પર્સન પારીતોષ વસંતભાઈ પટેલે આરોપી લોન ધારક શૈલેશભાઈ જેઠીયાભાઈ વસાવા (રહે.રેટા ફળીયા, વાડી ઝંખવાવ તા.ઉમરપાડા) વિરુધ્ધ રૂપિયા 1.30 લાખના ચેક રીટર્ન અંગે ફરિયાદ કરી હતી.
જે મુજબ ફરિયાદી ફાયનાન્સ કંપની પાસેથી આરોપીએ માસિક 6,900 લેખે 60 હપ્તામાં ચુકવવાની શરતે ધંધાકીય લોન લીધી હતી. જેના બાકી હપ્તાના પેમેન્ટ પેટે આરોપીએ ફરિયાદીને આપેલા રૂપિયા 1.30 લાખના ચેક રીટર્ન થતાં કોર્ટ ફરિયાદ નોંધાવી હતી. સુનાવણી બાદ કોર્ટે આરોપીને બે વર્ષની કેદ, ફરિયાદીની ચેકની લેણી રકમ વળતર પેટે ન ચુકવે તો વધુ ત્રણ મહીનાની કેદની સજા તથા ગેરહાજર આરોપી વિરુધ્ધ બિનજામીન પાત્ર વોરંટ ઈસ્યુ કરવા હુકમ કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application