નવસારીમાં રહેતી સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી લઈ જઈ તેની સાથે બળજબરી દુષ્કર્મ ગુજારનાર યુવકને નવસારીની સ્પે.પોક્સો કોર્ટે ૧૦ વર્ષની સખત કેદની સજા અને રૂ.૧૦ હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો. આ કેસની ટૂંકી વિગતો એવી છે કે, સન ૨૦૧૮નાં વર્ષમાં નવસારીમાં રહેતી ૧૭ વર્ષીય સગીરાને દિપદર્શન સોલંકી નામના યુવકે તેની સાથે મિત્રતાનો લાભ ઉઠાવી વાતચીતના સંબંધો કેળવી લગ્નની લાલચ આપી તેના વલસાડ જિલ્લાનાં ડુંગરી ગામ ખાતે લઈ ગયો હતો.
જ્યાં પાંચ દિવસ સુધી ઘરમાં રાખી અવરનવર તેની સાથે મરજી વિરૂધ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. જે અંગેની ફરિયાદ નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. આ કેસ નવસારી એડીશનલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટ (સ્પે. પોક્સો)માં ચાલી જતા સરકારી વકીલ અજયકુમાર જે. ટેલરે આરોપીને સમાજમાં દાખલો બેસે તેવી સખત સજા કરવામાં આવે અને સમાજમાં આવુ કૃત્ય કરતા આરોપીઓને સબક મળે તેવી રજૂઆત કરી હતી. વકીલની ધારદાર દલીલો અને ફરિયાદીની જુબાની તેમજ સાઇન્ટીફીક પુરાવાને ગાહ્ય રાખી વિદ્વાન જ તેજસ બ્રહ્મભટ્ટે આરોપી દિપદર્શન હરેશચંદ્ર સોલંકી (ઉ.વ.૨૬., રહે.ધનોરી, ડુંગરી, શાંતિનગર, જિ.વલસાડ)ને ૧૦ વર્ષની સખત કેદની સજા અને રૂ.૧૦ હજારનો દંડ તેમજ દંડ ન ભરે તો વધુ ત્રણ મહિનાની સજા ફટકારતો હુકમ કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500