એસઓજી શાખાના સ્ટાફનાં માણસો સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળેલ કે, સોનગઢ પોલીસ મથકનાં પ્રોહી એક્ટ કલમ ૬પ ઇ,૮૧,૯૮ એક્ટ મુજબના ગુનામાં સંડોવાયેલ આરોપી કાર્તિકભાઇ શાંતિલાલ ગામીત રહેવાસી, વેડછી ટાંકલી ફળીયુ, તા.વાલોડ નાનો
સોનગઢ ટેકરા પાસે આવનાર હોવાની માહિતી આધારે ઇસ્લામપુરા ટેકરા ઉપર વોચમાં હતાં તે દરમ્યાન બાતમી હકિકત અને વર્ણનવાળો એક ઈસમ મળી આવતા તેની પૂછપરછ હાથ ધરવામાં આવતા સોનગઢ પોલીસ મથકે નોંધાયેલ ગુનાની કબુલાત કરી હતી. એસઓજીએ આરોપીની સીઆરપીસી ૪૧ ( ૧ ) આઇ મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500