Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દેડીયાપાડાનાં પીપલોદ ગામે મહિલાનું ગળું દબાવી હત્યા કરનાર આરોપી ઝડપાયો

  • April 20, 2025 

નર્મદાનાં દેડીયાપાડા તાલુકાનાં પીપલોદ ગામે 48 વર્ષીય મહિલાનું ગળું દબાવીને કરપીણ હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી હતી. જેમાં મૃતક મહિલાનાં ભત્રીજાએ પોતાની કાકી પાસે અઘટીત માંગણી કરી હતી અને તેનો ઈનકાર કરતાં ભત્રીજાએ કાકીનું ગળું દબાવીને હત્યા કરી દીધી હતી. આ મામલે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


મળતી માહિતી મુજબ, દેડીયાપાડા તાલુકાના પીપલોદ ગામે રમીલાબહેન વસાવા નામની મહિલાની પોતાની ઘરના આંગણામાં લાશ મળી આવી હતી. ઘટનામાં મૃતક મહિલાના ગળાના ભાગે ઈજાના નિશાન જોવા મળ્યા હતા. મૃતક મહિલાને ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાની આશંકા પરિવારજનોએ વ્યકત કરી હતી. સમગ્ર મામલે દેડીયાપાડા પોલીસ મહિલાના મૃતદેહને પીએમ માટે મોકલીને તપાસ આદરી હતી. દેડીયાપાડા પોલીસ સ્ટેશનની ટીમે ફરિયાદનાં આધારે શંકાસ્પદ ઇસમોની અલગ-અલગ વ્યકતિગત તેમજ હ્યુમન સોર્સીસ આધારે સઘન પુછપરછ કરી હતી. આ સાથે પોલીસે એફ.એસ.એલ., ડોગસ્કોડની મદદથી આખરે આરોપીને શોધી કાઢ્યો હતો. જેમાં આરોપી બીજુ કોઈ નહી પરંતુ મૃતક મહિલાનો ભત્રીજો નીકળ્યો હતો. સમગ્ર મામલે આરોપીએ જણાવ્યું હતું કે, ‘કાકી પાસે અઘટીત માંગણી કરી હતી અને એ ન સ્વીકારતા કાકીનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી.' પોલીસે પીપલોદના રહેવાસી મહેશ વસાવાની ધરપકડ કરીને આગળી કાર્યવાહી હાથ ધરી હતી. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application