સોનગઢના જુનાઈ ગામ પાસે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક ખાડામાં ઉતરી જતા ટ્રક ચાલકનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું જયારે ક્લીનરને શરીરે ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ સોનગઢ તાલુકાના જુનાઈ ગામના બસ સ્ટેન્ડ ફળિયાના વળાંક પાસે બુધવારે વહેલી સવારે એક ટ્રક નંબર જીજે/16/ડબ્લ્યુ/5636 ના ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક રોડની બાજુમાં આવેલ ખાડામાં ઉતરી ગઈ હતી. આ અકસ્માતમાં ટ્રક ચાલક દિનેશભાઈ ગોવિંદભાઈ વસાવા (ઉ.વ.45) રહે,નવી તરસાડી ફળિયું, ભલોડ ગામ તા.ઝગડીયા જી.ભરૂચ, નાઓને શરીરે ગંભીર ઈજાઓ પહોચવાના કારણે સ્થળ પર જ મોત નિપજ્યું હતું જયારે ટ્રક ક્લીનર મુસ્તાકભાઈ મૈયુદ્દીન મલેક ને શરીરે ગંભીર ઈજાઓ પહોચતા તેમને સારવાર માટે સુરત ખાતે સીટી લાઈટકેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
બનાવની જાણ પોલીસને થતા સ્થળ પર પહોચી દશરથભાઈ કાલુભાઈ વસાવાની ફરિયાદના આધારે સોનગઢ પોલીસે બનાવ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500