Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વઘઈ-સાપુતારા રોડ પર કાર અને બાઈક વચ્ચેનાં અકસ્માતમાં બાઈક ચાલકનું મોત નિપજ્યું

  • January 05, 2025 

ડાંગ જિલ્લાનાં વઘઈ-સાપુતારા રોડ પર ત્રણ સવારી મોટરસાઈકલ કાર સાથે ટકરાતા ચાલકનું મોત નીપજ્યું હતું. સુત્રો  પાસેથી મળતી માહિતી મુજબ, ડાંગ જિલ્લાના વઘઈ-સાપુતારા રોડ ઉપર આવેલ દેવીપાડા ગામથી આગળ હનુમાનજી મંદિરથી આગળ રોડ ઉપર હોન્ડા કંપનીની હોર્નેટ મોટરસાઈકલના ચાલક વિપુલ રાજુભાઈ બહાત્રે (મૂળ રહે.સાકરપાતળ,તા.વઘઈ,જિ.ડાંગ,હાલ રહે.સાદડમાળ,તા. વઘઈ, જિ.ડાંગ) મોટરસાઇકલ ઉપર બીજા બે ઇસમોને બેસાડયા હતા અને પોતાની સાઈડની લેન છોડીને પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી કિયા કારને સામેથી અથડાવી દેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.


આ અકસ્માતમાં મોટરસાઇકલ ચાલકના શરીરે તથા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મોત નીપજ્યું હતું. તેમજ મોટરસાઇકલ પર પાછળ બેસનાર બંને વ્યક્તિઓને શરીરે નાની-મોટી ગંભીર ઇજા પહોંચી હતી. બન્ને વાહનોને નુકસાન પહોંચ્યુ હતું. આ અકસ્માતને પગલે કાર ચાલક પ્રભુભાઈ ઉમેદભાઈ ઠાકોરે વઘઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ઘટના અંગે વઘઈ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application