સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના ખાનવેલથી પરત આવી રહેલ બાઈક સવારને કાર ચાલકને ટક્કર મારતા લાઈટના થાંભલા સાથે અથડાતા એક યુવકનું ઘટના સ્થળ પર જ મોત થયુ હતુ જયારે બીજો યુવક ગંભીર રીતે ઘાયલ થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઇ જવામા આવ્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મુસ્તકોમ જીકરભાઈ ઘાંચી (રહે. કુંડાચા) અને તેનો મિત્ર સલમાન અન્સારીની સાથે બાઈક પર ખાનવેલથી પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. તે સમયે ખાનવેલ પેટ્રોલપંપ નજીક ટોવેરા કાર ચાલકે ટક્કર મારતા બાઇકનુ બેલેન્સના રહેતા રસ્તાની સાઈડ પર એક થાંભલા સાથે ટકરાયા હતા. જેમા બંને ગંભીર ઇજા થઇ હતી પરંતુ મુસ્તકમને માથાના ભાગે પણ ગંભીર ઇજા થતા ઘટના તેનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું.જોકે અકસ્માત થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને જે કાર ચાલકે ટક્કર મારી હતી તેનો પીછો કરી પકડી પાડવામા આવ્યો હતો અને તેને પોલીસને સોપવામા આવ્યો હતો. સલમાન અન્સારી પણ ગંભીર રીતે ઘાયલ થયેલ જેને 108ની મદદથી સારવાર અર્થે વિનોબાભાવે સિવિલ હોસ્પીટલમા દાખલ કરવામા આવ્યો હતો જયારે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામા કેદ થઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application