Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પલસાણાનાં બલેશ્વરમાં પરિણીતાના આપઘાતના કેસમાં ફરાર પતિ ઝડપાયો

  • March 15, 2025 

પલસાણાનાં બલેશ્વરમાં પરપ્રાંતિય પરિવારની પરિણીતાના આપઘાતના કેસમાં ફરાર પતિને પોલીસે ઝડપી પાડયો હતો. મૂળ મહારાષ્ટ્ર અને હાલ પલસાણા તાલુકાના બલેશ્વર ગામની સીમમાં આવેલા નાયરા પેટ્રોલ પંપની પાછળ સાંઇવિલા સોસાયટી રૂમ નંબર-૧૦૫માં રહેતા ઝોયા રામ પુંડલીક-જાદવ (ઉ.વ. ૨૨)એ તેના પતિ રામ પુંડલીક જાદવ (ઉ.વ.૨૭., ધંધો.નોકરી રહે.ઉમરાખ ગામ શિવાન્તા હોમ્સ તુલસી પેપર મીલ પાસે તાલુકો, બારડોલી)ના ત્રાસથી આપઘાત કરી લીધો હતો.


તેનો પતિ પ્રથમ પત્ની સુલેખા સાથે અવાર નવાર ફોન ઉપર વાતચીત કરતો હતો. જે અંગે ઝોયા જાદવ અને તેના પરિવારના સભ્યોને ખબર પડતા તેના પતિ રામને સુરેખા છ સાથે વાતચીત ન કરવા ના પાડી હતી. તેમછતા રામ જાદવએ સુલેખા સાથે સબંધ ચાલુ જ રાખ્યો હતો અને તે અવર નવર ઝોયા જાદવ સાથે મારઝુડ કરી જ માનસીક ત્રાસ આપી મરવા ઉપર -મજબુર કરી હતી. ઝોયા જાદવે તારીખ ૨૭-૧૧-૨૦૨૪ નારોજ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જેથી તેના પતિ સામે દુત્પ્રેરણાનો ગુનો નોંધાયો હતો. જે ઘણા સમયથી ફરાર હતો જેથી પલસાણા પોલીસે ઉમરાખથી ઝડપી પાડ્યો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application