નિઝરના ભિલજાંબોલી ગામમાં જમીન મુદ્દે બે પરિવારો વચ્ચે થયેલ ઝઘડામાં ઢીક્કમુક્કીનો મારમારી તથા જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની સામસામી ફરિયાદ પોલીસ મથકે નોંધાતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નિઝર તાલુકાના ભિલજાંબોલી ગામે લતાબેનના ઘરની સામે ખુલ્લી જગ્યામાં તારીખ ૮-૩-૨૫ નારોજ જયરામભાઈ સખારામભાઈ વસાવે (રહે.ભીલજાંબોલી ગામ, નિઝર)ની મોટીબેન શર્મિલાબેન સુદામભાઇ વળવીને લતાબેન અનંતભાઈ વસાવેને કહ્યું કે, ‘તું કેમ અહી આવી છે. તેણે ગાળો આપી હતી, તે સમયે સાહિલભાઈ એ કહ્યું કે કેમ મારી માતાજીને ગાળો આપો છો તેમ પુછતા મંગેશ અનંતભાઈ વસાવે, જોગેશભાઇ અનંતભાઇ વસાવેએ સાહિલને ગાળો આપી ઢીક્કમુક્કીનો મારમારી તથા જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
જોકે ઉર્મિલાબેન મંગેશભાઈ વસાવેએ પણ ગાળો આપી ઢીક્કમુક્કીનો માર માર્યાની ફરિયાદ નિઝર પોલીસ મથકે જયરામભાઇ વસાવેએ ગામના જ લતાબેન, મંગેશભાઈ, જોગેશભાઈ, ઉર્મિલાબેન સામે કરી છે. જયારે સામાપક્ષે જોગેશભાઈ અનંતભાઈ વસાવેએ ફરિયાદમાં જણાવ્યું છે કે, જોગેશભાઈ તથા મંગેશભાઈને જણાવ્યું કે, તમારી જમીનની માપણી કરવા દેવાના નથી તેમ કહી ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી તથા ઢીક્કમુક્કીનો મારા માર્યો હતો. આમ, લતાબેનને ધક્કો મારી જમીન ઉપર પાડી નાંખી માથાના પાછળના ભાગે મુઢ માર માર્યો હતો. જેથી સાહીલભાઈ રણજીતભાઈ વસાવે, સુનિતાબેન રણજીતભાઈ વસાવે, અમરસિંગભાઈ સખારામભાઈ વસાવે, જયરામભાઈ સખારામભાઈ, વિકાશભાઈ સખારામભાઈ, શર્મિલાબેન સુદામભાઈ વળવી સામે જોગેશભાઈએ ફરિયાદ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500