સુરતનાં કામરેજ તાલુકાનાં ખોલવડ ગામે ડાયમંડ નગર વિભાગ-2માં સેંન્ટીગનું કામ કરતાં યુવકને વીજ કરંટ લાગતાં તેનું મોત નીપજયું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કામરેજ તાલુકાનાં ખોલવડગામે ડાયમંડનગર વિભાગ-2માં રહેતા અને ત્યાં જ કામ કરતાં લાલાભાઈ કાળુભાઈ રાઠવા (ઉ.વ.આ.21) નાઓ કે જે મુળ પંચમહાલ જિલ્લાના બોરપીપળીયા ગામના વતની છે.
જોકે લાલાભાઈ રાઠવા સવારના સાડા નવેક વાગ્યાના સુમારે ડાયમંડનગર વિભાગ-2માં આવેલ ખાતા નં.196,197 ઉપર દિવાલ ઉપર બેસીને સેન્ટીંગનુ કામકાજ કરતા હતા. તે દરમિયાન તેઓના હાથમાં રહેલ લોખંડનો વાયર બાજુમાં આવેલ વીજ થાંભલાના ચાલુ વીજ પ્રવાહને અડી જતા તેને કરંટ લાગતા તે નીચે પડી જતાં તેને સારવાર અર્થે ખોલવડ દિનબન્ધુ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application