પલસાણા પોલીસે પોતાના વિસ્તારમાં આગેલ એક ગેરકાયદે રીતે રાંધણ ગેસનાં બોટલમાંથી 5 કિલોના ગેસના બોટલમાં ભરનાર સામે કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે જેમાં પલસાણા પોલીસ સ્ટાફનાં માણસો પોતામાં હદ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન મળેલી બાતમીનાં આધારે, જોળવા ખાતે આવેલ નક્ષત્ર રેસિડેન્સીનાં ગેટ પર આવેલ સાઈકૃપા કોમ્પલેક્ષમાં આવેલ દેવનારાયણ નામની દુકાનમાં ગેરકાયદેસર જોખમી રીતે રાંધણ ગેસના 14 કિલોમાં બોટલ માંથી 5 કિલોના બોટલમાં ટ્રાન્સફર કરતા એક ઈસમને ઝડપી પાડ્યો હતો.
જેમાં ટ્રાન્સફર અંગે પોલીસે દુકાનદાર લોકેશ રતનસિંગ રાજપૂત (ઉ.વ.30, રહે.જોળવા ગામ, નક્ષત્ર રેસિડેન્સી મકાન નંબર 551,પલસાણા) નાઓ પાસે લાઇસન્સ માગતા તેની પાસે લાઇસન્સ નહિ હોવાનું જણાવ્યું હતું. આમ, પોલીસે ગેસ બોટલ સહિત વજન કાંટો ગેસ રીફીલિંગ માટેની નોઝલ તેમજ અન્ય સાધન સામગ્રી કબ્જે લઈ લોકેશ રાજપૂત વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. જયારે પોલીસે ગેરકાયદેસર રીતે રાંધણ ગેસની બોટલ પહોંચાડનાર પલસાણા ખાતે રહેતા શ્યામ નામના ઇસમને વોન્ટેડ જાહેર કરી પોલીસે 8 હજારનો મુદામાલ કબ્જે કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500