Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ-લક્કડકોટ માર્ગ પરથી કેફી પીણાનો નશો કરી બાઈક હંકારી લઇ આવતા વગદાનો ઇસમ ઝડપાયો

  • January 09, 2021 

સોનગઢ પોલીસ સ્ટાફના માણસો ખાનગી વાહન માં બેસી પેટ્રોલિંગમાં નીકળ્યા હતા તે દરમિયાન સોનગઢ-લક્કડકોટ માર્ગ પરથી એક હીરો હોન્ડા કંપની મોટર સાયકલ નંબર જીજે/19/એન/1703 નો ચાલક પ્રવીણભાઈ વસનજીભાઈ ગામીત (ઉ.વ.34) રહે, નિશાળ ફળિયું , વગદા ગામ, તા.સોનગઢ નાનો વગર પાસ પરમીટે કેફી પીણા નો નશો કરી લોકોની જિંદગી જોખમાય તે રીતે પોતાના કબજાની વાંકીચુકી હંકારી લઈ આવતા ઝડપાઈ ગયો હતો.

 

 

 

બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ યોગેશભાઈ ની ફરિયાદના આધારે પ્રવીણભાઈ ગામીત વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application