Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

એકટીવા પર દારૂની હેરાફેરી કરતા જમાદાર ફળિયાનો યુવક ઝડપાયો

  • April 03, 2021 

સોનગઢ પોલીસ સ્ટાફના માણસોને મળેલ બાતમીના આધારે સોનગઢ તાલુકાના બેડપાડા ગામની સીમમાંથી એક કાળા કલરની એકટીવા ગાડી નંબર જીજે/26/ડી/8310 ને ઝડપી પાડી તપાસ કરતા ગાડી પર એક વિમલના થેલામાં ભરી લઈ જવાતો ઈંગ્લીશ દારૂની બોટલો/ટીન નંગ-68 સાથે ગાડીનો ચાલક સુનીલભાઈ સુભાષભાઈ સૂર્યવંશી રહે,જમાદાર ફળિયું તા.સોનગઢ નાને ઝડપી પાડવામાં આવ્યો હતો.

 

 

 

 

 

પોલીસની તપાસમાં દારૂનો મુદ્દામાલ ધમોડી ગામે ઉકડીબેન ગુલાબભાઈ ગામીતને આપવા જવાનો હોવાનું જાણવા મળ્યું હતું, જોકે ઉકડીબેન ગામીતને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આ બનાવમાં પોલીસ કોન્સ્ટેબલની ફરિયાદના આધારે પકડાયેલો દારૂની કિંમત રૂપિયા 44,00/- તથા ગાડી ની કિંમત રૂપિયા 20 હજાર મળી કુલ રૂપિયા 24,400/- નો મુદ્દામાલ કબજે કરી બંને આરોપીઓ વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application