Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વલસાડનાં અતુલ ગામે સર્જાયેલ અકસ્માતમાં એક યુવકનું મોત, એક સારવાર હેઠળ

  • December 25, 2021 

વલસાડના મગોદ ડુંગરી ગામેથી બે મિત્રો બાઇક પર દવાખાને જઇ રહ્યાં હતા. તે સમયે અતુલ ગામ પાસે અકસ્માત સર્જાતા એક મિત્રનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ. જ્યારે એકને ઇજાઓ પહોંચતાં તેને વલસાડની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. બનાવની વિગત એવી છે કે, વલસાડના કાંઠા વિસ્તારમાં આવેલા મગોદ ડુંગરી ગામે રહેતો પિયુષભાઈ રતિલાલ ટંડેલ તથા તેનો મિત્ર કુંદન રમેશ ટંડેલ સાથે પોતાની બાઇક નંબર જીજે/15/ક્યુક્યુ/8265 પર બેસી અતુલ ગામે દવાખાને જઈ રહ્યા હતા.તે દરમિયાન અતુલ ક્લબ પાસે મિરલ મશીન (કોંક્રીટ બનાવવાનું મશીન) નંબર જીજે/01/એફટી6648નાં ચાલકે પોતાનું વાહન પુરઝડપે હંકારી લાવી સામેથી પસાર થતી બાઈકને જોરદાર ટક્કર મારતા બાઇક પર સવાર પિયુષ ટંડેલ અને તેનો મીત્ર કુંદન ટંડેલને માથા તથા શરીરે ગંભીર ઈજા પહોંચી હતી. જયારે સર્જાયેલ આ ગંભીર અકસ્માતમાં પિયુષ ટંડેલનું ઘટના સ્થળે મોત નીપજયું હતું. જ્યારે ઇજા પામેલા કુંદન ટંડેલને 108ની મદદથી વલસાડની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતી. ઘટનાની જાણ થતા વલસાડ રૂરલ પોલીસ સ્થળ પર આવી ગઈ હતી પરંતુ મિરલ મશીન ચાલક ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો હતો. જોકે, પોલીસે તેને શોધીને ધરપકડ કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application