સુરત જીલ્લાના ઓલપાડના રાજનગર ગામે હવેલી ફળિયામાં અભિજીતસિંહ વિજયસિંહ ચૌહાણ (ઉ.વ.૪૧) ખેતી સાથે ટોયોટા કંપનીમાં ખાનગી નોકરી કરતાં હતાં. જોકે તારીખ ૧૬ નારોજ સવારે અભિજીતસિંહ પોતાના ઘરના ઓટલા ઉપર ખુરશી પર બેઠા હતા.
તે વખતે અચાનક તેઓ ખુરશી ઉપરથી નીચે ઢળી પડયાં હતાં. તેમને માથાના પાછળના ભાગે ગંભીર ઇજા થવાથી ૧૦૮ એમ્બયુલન્સ દ્વારા ઓલપાડ ખાતેના સામુહિક સારવાર કેન્દ્રમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતાં. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને તપાસી મૃત જાહેર કર્યા હતાં. આ બાબતે મૃતકના પિતરાઈ ચેતનસિંહ જશવંતસિંહ ચૌહાણે ઓલપાડ પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે મૃતકની લાશનો કબજો લઈ પીએમ કરાવી મોતના સચોટ કારણ માટે વધુ તપાસ કરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application