મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં ડોસવાડા ગામનાં ડુંગરી ફળિયામાં રહેતી એક મહિલા વગર પાસ પરમિટે ચોરી છુપીથી ઇંગ્લિશ દારૂનું વેચાણ કરતા ઝડપાતા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસ સ્ટાફના માણસો રવિવારના રોજ મોડી સાંજે ખાનગી વાહનમાં બેસી સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિ. અંગેની રેઈડમાં નીકળ્યા હતા. તે દરમિયાન ફરતા ફરતા ડોસવાડા ગામે આવતા ખાનગી રાહે બાતમી મળી હતી કે, ડોસવાડા ગામના ડુંગળી ફળિયામાં રહેતી એક મહિલા પોતાના ઘરે આવેલ દુકાનની આડમાં ઇંગ્લિશ દારૂનું ચોરી છુપીથી વેચાણ કરે છે.
જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો સ્થળ પર જઈ રેઈડ કરતા ત્યાં એક મહિલા હાજર મળી આવી હતી જેનું નામ પૂછતા તેણે પોતાનું નામ, રવિનાબેન કિંજલભાઈ ગામીત (રહે.ડોસવાડા ગામ, ડુંગરી ફળિયું, સોનગઢ)ના હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે મહિલાને સાથે રાખી તપાસ કરતા ઘરની બાજુમાં આવેલ પજારીના ભાગે એક પ્લાસ્ટિકની ભૂરા કલરની થેલીમાં ભારતીય બનાવટની નાની-મોટી ઇંગ્લિશ દારૂની કુલ 75 નંગ બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા 6,930/- હતી. ત્યારબાદ પોલીસે વધુ પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, આ દારૂનો જથ્થો મહિલાનો પતિ કિંજલભાઈ દિનેશભાઈ ગામીત વેચાણ માટે લઈ આવે છે જેથી આ બાબતે પોલીસે કિંજલ ગામીતને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500