Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢના મોટા બંધારપાડા માંથી ગોળ મહુડાનું રસાયણ સાથે એક મહિલા ઝડપાઈ,એક વોન્ટેડ

  • April 04, 2021 

સોનગઢના મોટા બંધારપાડા ગામમાં એલસીબીએ દરોડા પાડી દેશીદારૂ બનાવવા માટેનો ગોળ મહુડાનું રસાયણ (વોશ) ના મુદ્દામાલ સાથે એક મહિલાને ઝડપી પાડી હતી.જયારે એક જણાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.

 

 

 

 

 

જીલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોને મળેલ બાતમીના આધારે સોનગઢ તાલુકાના મોટા બંધારપાડા ગામના બજાર ફળીયામાં રહેતી રાજેશ્રીબેન રાજુભાઈ ગામીતને ત્યાં દરોડા પાડ્યા હતા દરમિયાન ઘરની પાછળના ભાગેથી ચાર પ્લાસ્ટિકના કારબામાં દેશીદારૂ બનાવવા માટેનો ગોળ મહુડાનું રસાયણ (વોશ) ના મુદ્દામાલ સાથે રાજશ્રીબેન ગામીત ને ઝડપી પાડવામાં આવી હતી.

 

 

 

 

 

 

પોલીસની તપાસમાં યોગેશભાઈ ધનસુખભાઈ રાણા રહે,બજાર ફળિયું, મોટા બંધારપાડા ગામ તા.સોનગઢ નાએ દેશીદારૂ બનાવવા માટેનો ગોળ મહુડો પૂરો પાડ્યો હોવાનું જાણવા મળ્યું હતું. જેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આ બનાવમાં પોલીસકોન્સ્ટેબલ ની ફરિયાદના આધારે મુદ્દામાલ જપ્ત કરી બંને આરોપીઓ વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application