Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સરજાંબલી માંથી દેશીદારૂના મુદ્દામાલ સાથે એક મહિલાને ઝડપી પાડતી સોનગઢ પોલીસ

  • May 12, 2021 

સોનગઢના સરજાંબલી ગામ માંથી દેશીદારૂના મુદ્દામાલ સાથે એક મહિલાને સોનગઢ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

 

સોનગઢ પોલીસ સ્ટાફના માણસો તા.11મી મે નારોજ મોડીસાંજે પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન પોલીસ સ્ટાફના માણસોને મળેલ બાતમીના આધારે સોનગઢના સરજાંબલી ગામના નિશાળ ફળીયામાં આવેલ એક ઘરમાં રેઇડ કરી હતી પોલીસે રેઇડ દરમિયાન ગેનાબેન દાઉદભાઈ વસાવા નામની મહિલાના કબજામાંથી આશરે 15 લીટર જેટલો દેશીદારૂ ઝડપી પાડ્યો હતો.

 

 

 

 

બનાવ અંગે પોલીસકોન્સ્ટેબલ યોગેશભાઈની ફરિયાદના આધારે દેશીદારૂના મુદ્દામાલ સાથે ઝડપાયેલ મહિલા ગેનાબેન વસાવા વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application