Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વડપાડા પ્ર.ટોકરવા ગામમાંથી દારૂની બાટલીઓ સાથે એક મહિલા ઝડપાઈ

  • April 07, 2021 

સોનગઢના વડપાડા પ્ર.ટોકરવા ગામમાં જીલ્લા એલસીબી પોલીસે દરોડા પાડી દારૂની બાટલીઓ સાથે એક મહિલાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

 

 

એલસીબી પોલીસ સ્ટાફના માણસોને મળેલ બાતમીના આધારે સોનગઢ તાલુકાના વડપાડા પ્ર.ટોકરવા ગામના નદી ફળીયામાંરહેતી ભારતીબેન રતિલાલ ગામીત ને ત્યાં એલસીબીએ દરોડા પાડ્યા હતા દરમિયાન ઘરની પાછળ છાપરાના ભાગે વગર પાસ પરમીટે એક થેલીમાં સંતાડી મુકેલ વિદેશીદારૂ/સુગંધી સંતારની બાટલીઓ નંગ-8 ના મુદ્દામાલ સાથે ભારતીબેન ગામીતને ઝડપી પાડવામાં આવી હતી.

 

 

 

આ બનાવમાં પોલીસકોન્સ્ટેબલ ની ફરિયાદના આધારે દારૂનો મુદ્દામાલ જપ્ત કરી મહિલા વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application