Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બેડી માંથી દેશીદારૂના મુદ્દામાલ સાથે એક મહિલા ઝડપાઈ

  • June 23, 2021 

સોનગઢના બેડી ગામના વિસ્તાર માંથી દેશી દારૂના મુદ્દામાલ સાથે એક મહિલાને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

 

જીલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસો આજરોજ બપોરે પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન સ્ટાફના માણસોને મળેલ બાતમીના આધારે બેડી ગામના સડક ફળીયામાંથી  હાથ બનાવટના દેશીદારૂના મુદ્દામાલ સાથે પુષ્પાબેન ઉકાડીયાભાઈ ગામીત નામની મહિલાને એલસીબી પોલીસની રેઈડમાં ઝડપી પાડવામાં આવી હતી.બનાવ અંગે પોલીસકર્મી દીપકભાઈની ફરિયાદના આધારે દેશીદારૂના મુદ્દામાલ સાથે ઝડપાયેલી મહિલા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application