Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આછલવા ગામેથી દેશીદારૂ બનાવવા માટેનું રસાયણ સાથે એક મહિલા ઝડપાઈ

  • May 20, 2021 

સોનગઢના આછલવા ગામના વિસ્તાર માંથી દેશીદારૂ બનાવવા માટેનું ગોળ-મહુડાના રસાયણ સાથે એક મહિલાને સોનગઢ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

 

સોનગઢ પોલીસ સ્ટાફના માણસો બુધવારે સાંજે સોનગઢ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન પોલીસ સ્ટાફના માણસોને મળેલ બાતમીના આધારે સોનગઢના આછલવા ગામના નિશાળ ફળીયામાં રેઇડ કરી હતી રેઇડ દરમિયાન તપાસ કરતા એક ઘરની પજારીના ભાગેથી 4 જેટલા પ્લાસ્ટીકના કારબા માંથી આશરે 40 લીટર જેટલો દેશીદારૂ બનાવવા માટેનું ગોળ મહુડાનું રસાયણ સહિતના મુદ્દામાલ સાથે નાથુબેન રતિલાલભાઈ ગામીત નામની મહિલાને પોલીસની રેઈડમાં ઝડપી પાડી પાડવામાં આવી હતી.

 

 

 

 

બનાવ અંગે પોલીસ પોલીસકોન્સ્ટેબલ રાજેશભાઈની ફરિયાદના આધારે નાથુબેન ગામીત વિરુદ્ધ પ્રોહી એક્ટ કલમ-65 એફ, મુજબ સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application