વડોદરાના માણેજા મકરપુરા જેવા વિસ્તારોમાં વાહન પાર્ક કરીને નોકરીએ જતા લોકોનાં વાહનોની ઉઠાંતરી કરતો વાહનચોર ઝડપાઈ ગયો છે. મળતી માહિતી મુજબ, વડોદરા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ઘનશ્યામ વલ્લભભાઈ સોલંકી (રહે.શંકર વસાહત, માંજલપુર, મૂળ રહે.ખલીપુર ગામ, વડોદરા) એક મોટરસાયકલ સાથે પકડાતા પોલીસે તેની પાસે કાગળ માંગી તપાસ કરી હતી. પોલીસે મોટરસાયકલનો નંબર તપાસતા આ બાઈક માંજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાઈ હોવાની વિગત ખુલી હતી. જેથી પોલીસે તેની વધુ તપાસ કરતા ઘનશ્યામે છ મહિનાના ગાળામાં મકરપુરા અને માણેજા રોડ પરથી 15 મોટર સાયકલની ઉધાન કરી હોવાની વિગતો ખુલી હતી. પોલીસ તપાસમાં વાહન પાર્ક કરીને નોકરી પર જતા હોય તેવા નોકરીયાતો ઉપર નજર રાખીને ઘનશ્યામ દ્વારા ટુવિલરની ઉઠાંતરી કરી પોતે વાહનો લે-વેચ કરતો હોવાનું કહી સસ્તામાં વેચી દેતો હોવાની વિગતો ખુલી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application