ઉચ્છલના કટાસવાણ-બેડકી નાકા પાસેથી પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ટ્રકમાં ગેરકાયદેસર રીતે રાજ્ય બાહર લઈ જવાતી 10 ગાયો અને 2 વાછરડાને ઉગારી લઇ પશુ તસ્કરી કરનાર કસુરવારો વિરુધ્ધ પોલીસ મથકે ગુન્હો રજીસ્ટર કર્યો છે.
મળતી માહિતી અનુસાર ઉચ્છલ તાલુકાના કટાસવાણ-બેડકી નાકા પાસે મંગળવારે પોલીસ સ્ટાફના માણસો વાહન ચેકિંગ કરી રહ્યા હતા તે દરમિયાન તપાસ કરતા એક ટ્રક નંબર જીજે/03/બીવી/9827 માંથી 10 અને 2 વાછરડા મળી આવ્યા હતા. ટ્રકમાં તમામ પશુઓને ખીચો ટુંકી દોરી વડે બાંધી ઘાસ ચારો કે પાણીની સગવડ વિના લઈ જતા તેમજ કોઇપણ પ્રકારની પ્રાથમિક સારવારના મેડીકલ સાધનો તથા સક્ષમ અધિકારીના કે વેટેનરી ઓફિસરના પ્રમાણ પત્રો વિના રાજકોટ લાલપરી તળાવથી ટ્રકમાં ભરી ગેરકાયદેસર રીતે રાજ્ય બાહર તમિલનાડુ ખાતે લઇ જતા હોવાનું પ્રાથમિક તપાસમાં બાહર આવ્યું છે. જોકે ટ્રકમાં પશુઓ ભરાવી આપનાર,મોકલનાર અને ભાડુ નક્કી કરનારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.ઉચ્છલ પોલીસે આ મામલે એક ટ્રક તેમજ 10 ગાયો અને 2 વાછરડા મળી કુલ રૂપિયા 7,0,4,000/-( સાત લાખ ચાર હજાર) નો મુદ્દામાલ જપ્ત કરી ટ્રક ચાલક તેમજ પશુઓ ભરાવી આપનાર,મોકલનાર અને ભાડુ નક્કી કરનાર સહિત કુલ ચાર કસુરવારો વિરુધ્ધ ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
પશુ તસ્કરી કરનાર આરોપીઓ..
- ટ્રક ચાલક- વિક્રમભાઈ કાળુભાઈ પરમાર રહે, થાણા ગાલોલ તા.જેતપુર જી.રાજકોટ ગ્રામ્ય
- ટ્રકમાં બેસેલ ઇસમ-તાજમામદ સુલેમાન નોડે રહે, લોરિયા તા.ભુજ જી.કચ્છ
- ગાયો ભરાવનાર તથા મોકલનાર- વેલમમૂર્ગન શાન મુર્ગન
- ભાડુ નક્કી કરનાર- વજુભાઈ મકનજીભાઈ દેત્રોજા રહે, માલિયાસણ-રાજકોટ
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500