Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉકાઈ હોમગાર્ડ યુનિટ ખાતે શ્રદ્ધાંજલી કાર્યક્રમ યોજાયો, ચેક અર્પણ કરાયો

  • March 10, 2021 

સોનગઢ-ઉકાઈ હોમગાર્ડ યુનિટ ખાતે માજી.ઓફિસર કમાન્ડીંગ સ્વ.ગોવિંદસિંહ જાલમસિંગ પરદેશીનું તા.ચોથી-માર્ચ 2021 ના રોજ અવસાન થયેલ હતું. જેથી તા.સાતમી-માર્ચ 2021 ના રોજ સોનગઢ-ઉકાઈ હોમગાર્ડ યુનિટ ખાતે મૌન પાડી શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી.

 

 

 

 

તેમજ સોનગઢ-ઉકાઈ હોમગાર્ડ યુનિટના હોમગાર્ડ સભ્ય હરીશચંદ્ર સુમનભાઈ ગામીત સોનગઢ પોલીસ સ્ટેશન ખાતેથી સાંજે પોતાના નિવાસે જતા બાઈક ઉપરથી પડી જતા તેઓને રસ્તામાં અકસ્માત થતા ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેઓને દવાખાને ઓપરેશન કરવું પડ્યું હતું. જેથી તેઓને હોમગાર્ડ કલ્યાણ નિધિ અંતર્ગત પેટે સહાય રૂપિયા 39,802/-નો ચેક સોનગઢ-ઉકાઈ હોમગાર્ડ તાપી જીલ્લા કમાન્ડન્ટ વીરસિંગભાઈ એમ. ગામીત તેમજ સોનગઢ–ઉકાઈ હોમગાર્ડ યુનિટના ઓફિસર કમાન્ડીંગ રાજુભાઈ બી. ચૌધરીના હસ્તે આપવામાં આવ્યો હતો.(ફોટો-કલ્પેશભાઈ વાઘમારે,ઉકાઈ)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application