મનિષા સૂર્યવંશી/ વ્યારા : વ્યારાના કાકરાપાર પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવતું અણુમાલા ટાઉનશીપના મકાનમાંથી સોના ચાંદીના ઘરેણા સહિત રોકડ રકમ મળી કુલ રૂપિયા ૩,૭૬,૦૦૦/- ની મતા ચોરી થઇ હોવાની ફરીયાદી પોલીસ મથકે નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ વ્યારાના રાયકવાડ વિસ્તારમાં રહેતા અને હાલ વ્યારાના ઊંચામાળા ગામના અણુમાલા ટાઉનશીપ મકાન નંબર-ડી-૨૩/૦૫માં રહેતા જિગીશાબેન સિધ્ધાર્થભાઇ શાહ નોઓએ કાકરાપાર પોલીસ મથકે કરેલ ફરિયાદ મુજબ તા.૫મી નવેમ્બર નારોજ અણુમાલા ટાઉનશીપ મકાન નંબર-ડી-૨૩/૦૫માં કોઈ અજાણ્યા ચોર ઇસમે ઘરના મુખ્ય દરવાજાના નકુચાને લગાવેલ તાળું તોડી નાખી ઘરમાં પ્રવેશ કરી બેડરૂમના લોખંડના કબાટનો દરવાજો ખોલી કબાટનું લોકર તોડી નાખી લોકરમાં મુકેલ સોનાના અલગ અલગ દાગીના કુલ તોલા ૨૪ જેની કિંમત રૂપિયા આશરે ૩,૬૦,૦૦૦/- તથા ચાંદીના સિક્કા આશરે ૫ તોલાના જેની કિંમત રૂપિયા આશરે ૧૦૦૦/- તથા રોકડ રૂપિયા ૧૫,૦૦૦/- એમ કુલ્લે રૂપિયા ૩,૭૬,૦૦૦/- ની મતા ચોરી કરી ફરાર થઇ ગયો હતો. બનાવ અંગે જિગીશાબેન તે સિધ્ધાર્થભાઇ હરીશભાઇ શાહ ની પત્નીએ કાકરાપાર પોલીસ મથકે ફરિયાદ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500