તાપી જિલ્લામાં આજરોજ કોરોના પોઝીટીવના નવા ૧૫ કેસ નોંધાયા છે આજે વધુ ૬૮ દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે. આ સાથે અત્યાર સુધી કુલ ૨૨૦૯ દર્દીઓ કોરોનાની સારવાર લઈ સાજા થયા છે. જિલ્લામાં આજદિન સુધી કોરોના પોઝીટીવ દર્દીઓના કુલ ૩૦૭૧ કેસો નોંધાયા છે, હાલ ૭૭૬ દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે. જિલ્લા માંથી કોરોના ટેસ્ટ માટે ૮૦૬ સેમ્પલ લેવામાં આવ્યા છે.
જિલ્લામાં વધુ ૧ દર્દીનું મોત નિપજ્યુ, મૃત્યુ આંક ૧૦૮ થયો
વ્યારાના બેડકુવાદુર ગામના ૫૩ વર્ષીય પુરુષનું કોરોનાની સારવાર દરમિયાન અન્ય કારણસર મોત નિપજ્યુ હોવાની માહિતી આરોગ્ય વિભાગે આપી છે. આ સાથે જિલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન અન્ય કારણોસર કુલ ૯૫ દર્દીઓ મોત અને કોરોનાથી ૧૩ દર્દીઓના મોત સાથે આજદિન સુધી જિલ્લામાં કુલ ૧૦૮ દર્દીઓના મોત નીપજ્યા છે.આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી તા.૧૦મી મે નારોજ તાપી જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીના વધુ ૧૫ કેસ નોંધાયા છે.
તાપી જિલ્લામાં આજરોજ નોંધાયેલ વધુ ૧૫ પોઝીટીવ કેસો
- ૬૨ વર્ષિય મહિલા – નિઝર
- ૬૦ વર્ષિય મહિલા – આંબા ફળિયું – અગાસવાણ,તા.સોનગઢ
- ૪૫ વર્ષિય પુરુષ – દુમદા,તા.સોનગઢ
- ૫૫ વર્ષિય મહિલા – કોસમ્બીયા,તા.વાલોડ
- ૪૮ વર્ષિય પુરુષ – ખોખરા ઉમરા-બેડકુવા,તા.વાલોડ
- ૫૪ વર્ષિય પુરુષ – આમલી ફળિયું – કણજોડ,તા.વાલોડ
- ૭૨ વર્ષિય પુરુષ – ઢોડિયાવાડ- પીઠાદરા,તા.ડોલવણ
- ૪૧ વર્ષિય મહિલા – બેડચીત,તા.ડોલવણ
- ૪૮ વર્ષિય પુરુષ – નિશાળ ફળિયું - કણજા,તા.વ્યારા
- ૭૩ વર્ષિય મહિલા – જુના આશ્રમ ફળિયું - બેડકુવાદુર,તા.વ્યારા
- ૨૭ વર્ષિય પુરુષ – મુક્તિ ફળિયું - કેળકુઇ,તા.વ્યારા
- ૩૨ વર્ષિય મહિલા – નવી વસાહત – વ્યારા
- ૪૩ વર્ષિય પુરુષ – મોરંબા,તા.કુકરમુંડા
- ૪૭ વર્ષિય પુરુષ – બહુરુપા,તા.કુકરમુંડા
- ૧૬ વર્ષિય તરુણ – બહુરુપા,તા.કુકરમુંડા
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500