તાપી જિલ્લામાં શનિવારે કોરોના પોઝીટીવ દર્દીના વધુ 15 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓના કુલ 1082 કેસો નોંધાયા ચુક્યા છે, આજરોજ વધુ 6 દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે.
અત્યાર સુધી કુલ 967 દર્દીઓ કોરોનાની સારવાર લઈ સાજા થયા છે. કોરોનાથી કુલ 8 દર્દીઓના મોત જયારે કોરોનાની સારવાર દરમિયાન અન્ય બીમારીથી 48 દર્દીઓ સહિત જિલ્લામાં કુલ 56 દર્દીઓના મોત નીપજ્યા છે. હાલ 59 દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે. જિલ્લા માંથી કોરોના ટેસ્ટ માટે 1301 સેમ્પલ લેવામાં આવ્યા હોવાની જાણકારી આરોગ્ય વિભાગે આપી છે.
આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ તા.10મી એપ્રિલ નારોજ તાપી જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીના વધુ 15 કેસ નોંધાયા છે.
વાલોડ તાલુકાના રૂપવાડા ગામના પાદર ફળીયામાં 47 વર્ષીય મહિલા, વિરપોરના ભંડારીવાડમાં 51 વર્ષીય પુરુષ, દેસાઈ ફળીયામાં 11 વર્ષીય બાબો, ડોલવણ તાલુકાના પંચોલ ગામના ખેખારીમાં 24 વર્ષીય મહિલા, વ્યારાના સિંગી ફળીયામાં 21 વર્ષીય યુવક,નિઝર તાલુકાના ખોડદા ગામમાં 40 વર્ષીય પુરુષ, 35 વર્ષીય પુરુષ, વેલ્દા ગામમાં 20 વર્ષીય યુવક, ઉચ્છલ તાલુકાના ભડભૂંજા ગામમાં 25 વર્ષીય મહિલા, ગાંધીનગર ગામમાં 19 વર્ષીય મહિલા,
સોનગઢ તાલુકાના મોટા બંધારપાડા ગામના બજાર ફળીયામાં 67 વર્ષીય પુરુષ, વાંકવેલ ગામના નિશાળ ફળીયામાં 21 વર્ષીય મહિલા, નગરના વાણીયા ફળીયામાં 56 વર્ષીય પુરુષ, આંબા-આમલગુંડી ગામમાં 28 વર્ષીય મહિલા મળી જિલ્લામાં આજરોજ 15 દર્દીઓના કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500