તાપી જિલ્લામાં શુક્રવારે કોરોના પોઝીટીવ દર્દીના વધુ 10 નવા કેસ સામે આવ્યા છે. કોરોનાના કેસો સતત વધી રહ્યા છે તેમ છતાં કેટલાક લોકો સોશિયલ ડીસ્ટન્સ અને માસ્ક વગર બિન્દાસ્ત હરવા ફરવા લાગ્યા છે. તે એક ચિંતાનો વિષય બન્યો છે.
જિલ્લામાં આજરોજ વધુ 10 દર્દીઓના કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યા
જિલ્લા આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ તા,નવમી એપ્રિલ નારોજ (1) વ્યારાના સ્માર્ટ હોમમાં રહેતી 36 વર્ષીય મહિલા, (2) વ્યારાના મુસા વિસ્તારમાં આવેલ વાટિકા રેસીડેન્સીમાં 31 વર્ષીય પુરુષ, (3) વ્યારાના ગડત ગામના ગોડાઉન ફળીયામાં 58 વર્ષીય પુરુષ, (4) વ્યારાના કરણજ્યોત એપાર્ટમેન્ટમાં 66 વર્ષીય મહિલા,(5) વાલોડના હાઇસ્કુલ ફળીયામાં 52 વર્ષીય મહિલા, (6) સોનગઢના શક્તિ નગરમાં 74 વર્ષીય પુરુષ, (7) સોનગઢના મેઢસિંગી ગામના ઉપલું ફળીયામાં 16 વર્ષીય તરુણ, (8) સોનગઢના દેવલપાડા ગામના નિશાળ ફળીયામાં 37 વર્ષીય પુરુષ, (9) સોનગઢના ડોસવાડા ગામના ખાટીબોર ફળીયામાં 53 વર્ષીય પુરુષ, (10) ડોલવણના બેસનીયામાં 45 વર્ષીય પુરુષ મળી જિલ્લામાં આજરોજ કુલ 10 દર્દીઓ કોરોનાની ચપેટમાં આવ્યા છે.
જિલ્લા માંથી કોરોના ટેસ્ટ માટે 1181 સેમ્પલ લેવામાં આવ્યા
જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓના કુલ 1067 કેસો નોંધાયા છે, આજરોજ વધુ 6 દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે. અત્યાર સુધી કુલ 961 દર્દીઓ કોરોનાની સારવાર લઈ સાજા થયા છે. કોરોનાથી કુલ 8 દર્દીઓના મોત જયારે કોરોનાની સારવાર દરમિયાન અન્ય બીમારીથી 48 દર્દીઓ સહિત જિલ્લામાં કુલ 56 દર્દીઓના મોત નીપજ્યા છે. હાલ 50 દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે. જિલ્લા માંથી કોરોના ટેસ્ટ માટે 1181 સેમ્પલ લેવામાં આવ્યા હોવાની જાણકારી આરોગ્ય વિભાગે આપી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500