છ બાળકો અને પત્નીને સાસરે લઈને જઈ રહેલા યુવકની બાઈક અને પિકઅપ વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં દંપતીનું ઘટના સ્થળે જ મોત થઈ ગયુ હતું. જ્યારે અકસ્માતમાં એક દીકરીએ લખનૌ લઈ જતી વખતે જ દમ તોડી દીધો હતો. જેમાં 5 બાળકોની સારવાર ચાલી રહી છે. ગ્રામ્યના અધિક પોલીસ અધિક્ષકે આ ઘટનાનું નિરીક્ષણ કર્યું હતું. મળતી માહિતી મુજબ, રામગાંવ પોલીસ સ્ટેશન વિસ્તારના ગ્રામ પંચાયત કાજીજોત અકેલવા બજારના રહેવાસી દુર્ગેશનું સાસરૂ હરડી પોલીસ સ્ટેશન વિસ્તારના કરેહાના ગામમાં છે. જયારે ગતરોજ રાત્રે દુર્ગેશ તેની પત્ની શકુંતલા અને છ બાળકો સાથે બાઈક પર કનેહરા તેના સાસરે જઈ રહ્યો હતો.
આ દરમિયાન કોતવાલી દેહત હેઠળના નાનપરા બાયપાસ શાક માર્કેટ પાસે ત્રિમુહાની રોડ પર રાત્રે એક પિકઅપે બાઈકને ટક્કર મારી દીધી હતી. જેમાં પતિ-પત્નીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતની સૂચના મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જોકે હોસ્પિટલ ચોકીમાં તૈનાત કોન્સ્ટેબલ તાત્કાલિક એમ્બ્યુલન્સમાં બાળકોને સારવાર અર્થે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. અહીં સારવાર દરમિયાન ડોક્ટરએ રાગિણી અને સજલને લખનઉ રિફર કરી હતી. લખનૌ લઈ જતી વખતે રસ્તામાં રાગિણીનું મોત થયું હતું. અન્ય સારવાર હેઠળ છે. અકસ્માતની સૂચના મળતાં જ ગ્રામીણા અધિક પોલીસ અધિક્ષક ડોકટરે પવિત્ર મોહન ત્રિપાઠી દાખલ બાળકોની હાલત પૂછવા માટે જિલ્લા હોસ્પિટલમાં પહોંચ્યા હતા. એએસપી ગ્રામીણે જણાવ્યું કે, બાઈક પર આઠ લોકો સવાર હતા. અકસ્માતમાં દંપતી અને પુત્રીનું મોત થયું છે. બનાવ અંગે પોલેસે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application