Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગોપીપુરામાં ચોકલેટ લેવા ગયેલ કિશોરીની દુકાનદાર દ્વારા છેડતી કરતા પોલીસમાં ફરિયાદ

  • January 01, 2022 

ગોપીપુરા મેઈન રોડ ખાતે આવેલ આવેલ દુકાનમાં ચોકલેટ લેવા માટે ગયેલ કિશોરીની દુકાનદાર દ્વારા છેડતી કરવામાં આવી હોવાની ફરિયાદ પોલીસમા નોંધાઈ હતી. અઠવા પોલીસના જણાવ્યા મુજબ, ગોપીપુરા મેઈન રોડ આસાપુરી સદન ખાતે રહેતા દર્શન મનહરલાલ જરીવાલાની દુકાનમાં ગતરોજ સાંજે પોણા છ વાગ્યે ૧૧ વર્ષ અને ૫ માસની કિશોરી જેમ્સ ચોકલેટ લેવા માટે ગઈ હતી. તે વખતે દર્શનને કિશોરીને જેમ્સ નથી તે દુકાનાં બીજી ચોકલેટ બતાવવાના બહાને દુકાનમાં બોલાવી હતી. અને તુ મારી ફ્રેન્ડસ બનશે તેમ કહી છેડતી કરી હતી. પોલીસે કિશોરીના પરિવારની ફરિયાદને આધારે દર્શન જરીવાલા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application