ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ઘોઘલી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે જિલ્લાના પ્રાથમિક શિક્ષકોની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું હતું. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના હસ્તે ટૂર્નામેન્ટને ખુલ્લી મુકાઈ હતી. આ ટૂર્નામેન્ટમાં તમામ તાલુકાની 2 ટીમ એમ 6 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ફાઇનલ મેચમાં આહવાની ટીમ વિજેતા થઇ હતી.
ટુર્નામેન્ટમાં જિલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને નાયબ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ઠાકરે ઉપસ્થિત રહી પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું. ભવિષ્યમાં ક્રિકેટ ટૂર્નામેન્ટ સિવાય બીજી રમતોનું આયોજન કરી ખેલાડીઓમાં ખેલદિલીની ભાવના આવશે એમ જણાવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના મહિલા મંત્રી મીનાક્ષીબેન પટેલને શિક્ષિકા બહેનોનો પણ રમતોત્સવનું આયોજન કરવા માટે આહવાન કર્યું હતું. જિલ્લા સંઘના પ્રમુખ ધનજરાવભાઈ ભોયે દ્વારા તમામ શિક્ષકો ખેલાડીઓને ટૂર્નામેન્ટમાંથી યુનિટી અને ખેલદિલી કેળવાય છે અને આ ટૂર્નામેન્ટ આપણા સંગઠનની એકતાનું દર્શન કરાવે છે એમ જણાવ્યુ હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના તમામ હોદ્દેદારો, રાજ્ય સંઘના કારોબારી સભ્યો, તાલુકા સંઘના પ્રમુખ, મહામંત્રીઓ જિલ્લા-તાલુકા સંઘના કારોબારી સભ્યો અને શિક્ષક મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. આ ટૂર્નામેન્ટનું સફળ આયોજન અને સંચાલન ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના આંતરીક ઓડિટર અને ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના મહામંત્રી રણજીતભાઈ એમ.પટેલ અને એમના સાથી મિત્રો દ્વારા થયું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500