તાઉતે વાવાઝોડાના કારણે સુરત જિલ્લામાં ખેતીપાકોને વ્યાપક નુકસાન થયું હતું. જે સંદર્ભે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. નુકસાનીના વળતર પેટે ૬૩૮૬ ખેડૂતોના ખાતામાં તબક્કાવાર રીતે સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફંડ (એસ.ડી.આર.એફ)ની રૂા.૭.૫૪ કરોડ અને સ્પેશ્યલ રાહત પેકેજની રૂા.૩.૭૮ કરોડ મળી કુલ ૧૧.૩૨ કરોડની સહાય ચૂકવી દેવામાં આવી છે.
જિલ્લા ખેતીવાડી વિભાગ પાસેથી મળતી વિગતો મુજબ બારડોલી તાલુકાના ૨૮૬ ખેડૂતોને ૭૩.૫૭ લાખ, ચોર્યાસી તાલુકાના ૪૦૪ ખેડૂતોને ૮૬.૪૭ લાખ, કામરેજ તાલુકાના ૮૬૪ ખેડૂતોને ૧.૫૭ કરોડ, માંડવીના ૬૩૪ ખેડૂતોને રૂા.૫૮.૫૬ લાખ, મહુવા તાલુકાના ૬૯૯ ખેડૂતોને ૧.૦૭૨ કરોડ, માંગરોળ તાલુકાના ૫૯૭ ખેડૂતોને ૬૩.૭૦ લાખ, ઓલપાડ તાલુકાના ૨૭૨૬ ખેડૂતોના ખાતામાં ૫.૪૫ કરોડ, પલસાણાના ૧૭૭ ખેડૂતોના ખાતામાં ૪૫.૭૧ લાખ તથા ઉમરપાડા તાલુકાના ચાર ખેડૂતોના ખાતામાં ૬૬ હજારની સહાય તબક્કાવાર જમા કરવામાં આવી છે. આમ કુલ ૬૩૮૬ ખેડૂતોના ખાતામાં રૂા.૧૧.૩૨ કરોડની રકમની ચૂકવણી કરવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500