Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

લોન અને ઓવરડ્રાફ્ટના વ્યાજના દરમાં ઘટાડો કરવા સહકાર મંત્રીને રજુઆત

  • July 14, 2021 

ગુજરાતમાં સહકારી મંડળીઓનું હબ ગણાતા દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી કુદરતી વિપત્તિઓને કારણે સહકારી પ્રવુતિઓ ઉપર માઠી અસર થવા પામી છે. તેમજ કેન્દ્ર સરકારના સહકારી પ્રવુતિઓ ઉપર નાંખવામાં આવેલા ઈન્કમટેક્ષના કારણે વધારાનો આર્થિક બોજો પડ્યો છે. જેની સીધી અસર ખેડુતોના ઉપર જોવા મળી રહી છે. ત્યારે ખેડુતોની હિતમાં નાંખવામાં આવેલ ઈન્કમટેક્ષ નાબુદ કરવા,  શેરડી પકવતા ખેડુતોને લોન અને ઓવરડ્રાફ્ટના વ્યાજ દરમાં ઘટાડો કરવા સહિતની વિવિધ માંગણીઓ સાથે ખેડુત અને સહકારી આગેવાન દર્શન નાયક દ્વારા દેશના પ્રથમ સહકાર મંત્રી અમિત શાહને પત્ર લખી અને ઈમેલ દ્વારા રજુઆત કરી છે.

 

 

 

 

 

આ અંગે વધુ વિગતો મુજબ સુરત જિલ્લા પંચાયતના માજી સદસ્ય અને લડાયક ખેડુત આગેવાન દર્શન નાયક દ્વારા ખેડુતને લાગતા વિવિધ પ્રશ્નોનો હલ લાવવા સહિતના મુદ્દે રજુઆત કરતા જણાવ્યું હતું કે,  કેન્દ્ર સરકાર દ્વારા સુગર સહકારી મીલો ઉપર નાંખવામાં આવેલ ઈન્ક્મટેક્ષનો બોજો ખેડુતોના હિતમાં નાબુદ કરવાની સાથે આર્થિક પરિસ્થિતિના કારણે બંધ હાલતમાં પડેલ વ્યારા અને માંડવી તાલુકા વિસ્તારમાં આવેલ સહકારી સુગર મીલોને આર્થિક રીતે મદદ કરી પગભર કરી ફરીથી શરૂ કરવામાં આવે તો આદિવાસી વિસાતારના ખેડુતોને ઘણો લાભ થવાની સાથે વિસ્તારના નાગરિકોને રોજગારી પણ ઉપલબ્ધ થઈ શકે તેમ છે. દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે શેરડી પિલાણકાર્ય પંદર દિવસ બંધ રહ્યું હતું. કમોસમી વરસાદ અને વાવાઝોડાને કારણે સમય મર્યાદામાં શેરડી કાપણી પુર્ણ કરવાની હોય જે થઈ શકી નથી અને ૧૯૦૦ એકર શેરડી ઉભી રહી જવા પામી છે. જેનું સાયણ સુગર ફેકટરીને અંદાજિત ૧૫ કરોડનું નુકસાન થયું છે. જે હાલમાં સંસ્થાને માટે  પડતા પર પાટુ સમાન છે જેની સીધી અસર ખેડુતો ઉપર પડી રહી છે. જેથી નુકશાનીમાંથી કંઈક અંશે ખેડુતોને રાહત મળે અને ખેડુતોને આર્થિક નુકશાનીમાંથી બચાવી શકાય.

 

 

 

 

 

વધુમાં દર્શન નાયકે માંગ કરી હતી કે ગુજરાત ખાંડ ઉદ્યોગ સંઘ દ્વારા રૂપિયા ૩૫ કિલોભાવની કરવામાં આવેલી માંગણીનો પ્રશ્ન હજુ પણ પડતર રહ્યો છે જેનો ઉકેલ આવે તો દક્ષિણ ગુજરાતના ખેડૂતોની જીવાદોરી સમાન ૧૫ સુગર મીલો અને ખેડુતોને ફાયદો થાય તેમ છે. સુગર ફેકટરીઓ ઉપર આશરે ૧ લાખ કુંટુબો, ૧૦ હજાર ટ્રક, ટ્રેકટર અને બળદગાડાના માલિકો નિર્ભર રહેવાની સાથે ૨ લાખ મજુરોને રોજી રોટી મેળે છે. ૨૯ ડિસેમ્બર ૨૦૨૦ના પરિપત્ર મુજબ ઍક્ષપોર્ટ થતી ખાંડમાં મળતી સબસીડીમાં મેટ્રીક ટનમાં બે હજારનો ઘટાડો કરવામાં આવ્યો છે જે ઘટાડો અન્યાયી છે તેમાં વધારો કરવાની માંગ દોહરાવી છે. તથા ૨૦૧૯-૨૦-૨૧ના વર્ષની ગુજરાતની સુગર ફેકટરીમાંથી આશરે ૨૦૦થી ૨૨૦ કરોડની ખાંડ ઍક્ષપોર્ટની સબસીડી કેન્દ્ર સરકાર પાસે. લેવાની બાકી છે તે ખેડુતના હિતમાં તાકિદે  છુટી કરવાની પણ રજુઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત ખેડુતોની લોનનાં વ્યાજમાં ઘટાડો કરવામાં આવે જેથી ખેડુતોની હતાશા ઓછી થાય અને સુગર ફેકટરીઓના લોન-ઓવર ડ્રાફ્ટના વ્યાજદર ઓછા હશે તો ફેકટરીની ચિંતા ઘટશે, આરબીઆઈ સતત રેપોરેટમાં ઘટાડ્યા છે.

 

 

 

 

સરકાર દ્વારા ખેડુતોના અને લોકોના હિતમાં બે મહિનાથી રીઝર્વ બેન્કના રેપોરેટમાં ૧ ટકા ઘટાડો કયો છે. તો બેન્કની આઋૃ નીતીમાં ફેરફાર કરી તેનો લાભ સહકારી સંસ્થાના માધ્યમથી ખેડુતો-પશુપાલકોને મળવો જાઈએ. ૩ લાખની ઉપરનું વ્યાજ બેન્ક સ્વભંડોળ-નફામાંથી આપવુ જાઈઍ, બેન્ક દ્વારા સુગર ફેકટરીને આપવામાં આવતા અોવર ડ્રાફ્ટ ઉપર જે તે મંડળીઓએ પુરા વર્ષ દરમયાન જે વ્યાજ બેન્કને ચુકવે છે તેના ઉપર ફ્કત ૧ ટકા વ્યાજ ઉપર રીબેટ આપે છે જેના બદલે બેઝીક અોવર ડ્રાફ્ટ વ્યાજ દર (૯.૭૫ ટકા) ઉપર ૨ ટકા રીબેટ આપવાની માંગણી કરાઈ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application