ગાંધીનગરનાં કલોલમાં રહેતી યુવતી ઇન્સ્ટ્રાગ્રામથી એક યુવકના સંપર્કમાં આવી હતી અને ત્યારબાદ બે વચ્ચે પ્રેમ સંબંધ બંધાયા હતા અને આ પ્રેમ સંબંધમાં યુવકે યુવતીના ફોટા પાડયા હતા અને આ ફોટા વાયરલ કરવાની ધમકી આપતા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી તેના પગલે પોલીસે યુવક સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કલોલમાં રહેતી એક યુવતી ઇન્સ્ટ્રાગ્રામના માધ્યમથી ધોળકામાં રહેતા હિરેન મનુભાઈ પટેલના સંપર્કમાં આવી હતી.
ત્યારબાદ બંને વચ્ચે ફોન નંબરની આપ-લે થઈ હતી અને તેઓ ફોનથી વાતો કરતા હતા અને વોટએપથી ચેટ કરતા હતા અને ધીરે ધીરે આ મામલો પ્રેમમાં પરિણમ્યો હતો ત્યારબાદ યુવક યુવતીને ગેસ્ટ હાઉસમાં લઈ જઈને બળજબરી કરી હતી જેનો યુવતીએ વિરોધ કર્યો હતો ત્યારબાદ યુવકે માફી માંગતા યુવતીએ તેને માફ કર્યો હતો અને ફરીથી સંબંધો સ્થાપિત થયા હતા ત્યારબાદ યુવકે વિડીયો કોલ માં યુવતી ના ફોટા પાડી લીધા હતા અને આ ફોટા તેણે યુવતીના બનેવીને મોકલી આપ્યા હતા અને ધમકી આપી હતી કે યુવતી મને સોંપી દો નહીતર હું આ વિડીયો વાયરલ કરી દઈશ તેમ કહેતા યુવતી પોલીસ મથકે દોડી ગઈ હતી અને જ્યાં તેણે હિરેન મનુભાઈ પટેલ નામના યુવક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application